બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ભારત દુનિયામાં ચાલી રહેલા યુદ્ધોનો અંત લાવી શકે છે...', જ્યોર્જિયા મેલોનીનું મોટું નિવેદન
Last Updated: 03:13 AM, 24 September 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને નાટો દેશો પર રશિયા યુક્રેન યુદ્ધને ફંડ કરવાના આક્ષેપો કર્યા છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત રશિયા સાથે તેલ અને ગેસનો વેપાર કરી રહ્યું છે, જેના કારણે રશિયાને આર્થિક સહારો મળી રહ્યો છે અને તે યુદ્ધ ચાલુ રાખી શકી રહ્યું છે. આ વચ્ચે ઇટલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT

જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું કે વિશ્વમાં શાંતિ સ્થાપવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મેલોનીએ કહ્યું કે રશિયા–યુક્રેન અને ઇઝરાયેલ–હમાસ જેવા યુદ્ધો વચ્ચે ભારત એક એવો દેશ છે, જે તટસ્થ રહી બંને પક્ષો સાથે વાતચીત કરી શકે છે અને ઉકેલ લાવી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જ્યોર્જિયા મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ઇટલી ફિલિસ્તીનને રાજ્યનો દરજ્જો નહીં આપે. તેમ છતાં તેમણે ઉમેર્યું કે જો હમાસ પાછળ હટે અને બંધકોને મુક્ત કરે, તો ઇટલી ભવિષ્યમાં આ મુદ્દે વિચાર કરી શકે છે. મેલોનીના આ નિવેદન પછી યુરોપમાં અનેક સ્થળોએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા. કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ પણ થઈ અને સોશ્યલ મીડિયા પર વિરોધના અનેક વીડિયો વાયરલ થયા.
આ પણ વાંચોઃ VIDEO: પાકિસ્તાનમાં ચાલુ ટ્રેનમાં બ્લાસ્ટ, મુસાફરોમાં મચી અફરાતફરી, જુઓ ભયાનક વીડિયો
ADVERTISEMENT
વર્તમાન સમયમાં ચાલી રહેલા યુદ્ધને લઈ ભારત પર અમેરિકાના આક્ષેપો અને ઇટલીના સમર્થનભર્યા નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત વિશ્વ રાજકારણમાં એક મોટા મિડિયેટર તરીકે ઉભરતું જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.