ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Workout Tips: you should never eat before your workout

Health Tips / એક્સર્સાઇઝ કરતા પહેલા આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન

Published By: Kavan

Last Updated: 05:08 PM, 15 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાનોના મનમાં હંમેશા એક સવાલ આવતો હોય છે કે હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ જિમિંગ શા માટે શરુ કરવું જોઇએ. તેનો જવાબ એ છે કે તેઓ મેડિકલ હિસ્ટ્રી જાણીને કહી શકે છે કે કેવા પ્રકારની એક્સર્સાઇઝ શરીર માટે યોગ્ય હશે. ફિઝિકલી સક્રિય ન હો અને અચાનક વધુ એક્સર્સાઇઝ કરો તો તેની આડઅસરો થઇ શકે છે.

ADVERTISEMENT

  • એક્સર્સાઇઝ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવાર છે
  • વર્કઆઉટ ખાલી પેટે જ કરવું
  • વ્યાયામ પહેલા વોર્મઅપ જરુરી

આમ તો એક્સર્સાઇઝ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો હોય છે. સુતા પહેલા જમેલુ આખી રાત દરમિયાન પચી જતુ હોય છે, જોકે આજકાલ ઘણા યુવાનો બીઝી શિડ્યુઅલમાં સવારે વ્યાયામ નથી કરી શકતા તો તેઓ સાંજે કે રાત્રે કરે છે. 

વર્કઆઉટ ખાલી પેટે જ કરવું

તેમણે ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ વર્કઆઉટ ખાલી પેટે જ કરવું જોઇએ. એક્સર્સાઇઝથી 3-4 કલાક પહેલા કંઇ જ ખાવું ન જોઇએ કેમકે જમવાનું પચાવવા માટે પેટને વધુ એનર્જી અને બ્લડની જરુર પડે છે. આવા સંજોગોમાં વ્યાયામ કરવાથી હાર્ટમાં બ્લડની કમી થઇ શકે છે.

એક્સર્સાઇઝ પહેલા વોર્મઅપ જરુરી

સામાન્ય ફુડની તુલનામાં ફેટી ફુડને પચાવવામાં વધુ બ્લડની જરુર રહે છે. જો વધુ ફેટી ફુડ ખાધુ હોય તો તેના 4થી 5 કલાક બાદ જ જિમિંગ કરવું જોઇએ. ફેટી ફુડ ખાધા બાદ તરત ટ્રેડમિલ કે બીજી કોઇ એક્સર્સાઇઝ કરવામાં આવે તો સમસ્યાની આશંકા રહે છે. વ્યાયામ પહેલા વોર્મઅપ એટલે જ જરુરી છે.

પ્રતિકાત્મક તસવીર

આટલું ધ્યાન રાખો

- ટ્રેડમિલની શરુઆત પહેલા ડોક્ટરને આ અંગે વાત કરો. ઘીમે ઘીમે શરુઆત કરો. દર અઠવાડિયે થોડી સ્પીડ વધારો. ટ્રેડમિલ પર હાર્ટરેટ પર ધ્યાન આપો. હાર્ટ રેટ ટાર્ગેટ રેટ કરતા વધુ હોય તો સ્પીડ ધીમી કરી દો.
- વધુ થાકેલા હો તો સાંજે જિમિંગ ન કરો. જો કરવાની ઇચ્છા હોય તો હળવી એકસર્સાઇઝ કરો તેનાથી મસલ્સને નુકશાન
નહીં થાય.
- નિયમિત 30 મિનિટ ટ્રેડમિલ કરવું હ્રદય માટે ફાયદાકારક છે. તેનાથી હાર્ટના મસલ્સ મજબુત રહે છે.
- જે લોકો નિયમિત ફિઝિકલી એક્ટિવ રહે છે તેમનામાં હાર્ટ ડિસીઝનો ખતરો 35 ટકા જેટલો ઘટી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

health tips workout ડોક્ટર વર્કઆઉટ વ્યાયામ હેલ્થ હેલ્થ ટીપ્સ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ