ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / women perform garba while on walking tradmil at gym the video goes viral on social media
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડીયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ટ્રેડમિલ પર ચાલીને ગરબા રમતી મહિલાઓના એક સમુહને બતાવાઈ છે. ગરબા સ્ટેપ્સ કરતી આ બધી સ્ત્રીઓને ટ્રેડિશનલ આઉટફિટમાં જોઈ શકાય છે. ડાન્સર્સે પુરી રીતે પોતાના સ્ટેપ્સને કોપી કર્યા છે, જેને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ છે. વિડીયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ગરબા વર્લ્ડ પર શેર કરવામાં આવ્યો છે અને તેને 2 મિલિયનથી વધારે વાર જોવાયો છે. જોકે, ઈન્ટરનેટ પર કેટલાક લોકોનું કહેવું છે કે જો કોઈએ સંતુલન ગુમાવ્યું હોત તો આ જોખમી થઈ જાત.
તમે અત્યાર સુધી ઘણા ગરબા પરફોર્મંસ જોયા હશે પરંતુ આ તે બધાથી અલગ છે કારણકે આ વિડીયોમાં ડાન્સર્સને ટ્રેડમિલ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વાસ્તવમાં ઘણું આશ્ચર્યજનક છે કે તેઓએ પોતાના પરફોર્મંસનો આટલો અદભુત સમન્વય કર્યો.
ADVERTISEMENT
જુઓ વિડીયો:
ADVERTISEMENT
લોકોની પ્રતિક્રિયા
ADVERTISEMENT
જોકે કેટલાકે ડાન્સર્સની પ્રસંસા કરી, જ્યારે કેટલાક લોકો આ વાતને અવગણી શકતા નથી કે તે તેમના માટે કેટલું જોખમી થઈ શકતુ હતું. એક યુઝરે લખ્યું," ટ્રેડમિલ પર ચણિયાચોલી પહેરવી પુરી રીતે અસુરક્ષિત છે!" બીજા યઝરે લખ્યું, "આમ કરવું ખતરનાક છે જો કપડા ફસાઈ જાત તો આ મોટો અકસ્માત થઈ જાત."
સંકળાયેલા મુદ્દાઓ