ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 6 જ દિવસમાં રોકાણકારોના 18.5 લાખ કરોડ સ્વાહા! જાણો શેર માર્કેટ ક્રેશના મુખ્ય કારણ

બિઝનેસ / 6 જ દિવસમાં રોકાણકારોના 18.5 લાખ કરોડ સ્વાહા! જાણો શેર માર્કેટ ક્રેશના મુખ્ય કારણ

Published By: Jinal Chauhan

Last Updated: 01:44 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરમાર્કેટમાં છેલ્લા ઘણા દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. દુનિયાભરમાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે રોકાણકારો ઈન્વેસ્ટમેન્ટ માટે સેફ ઓપ્શન વિચારી રહ્યા છે. એવામાં FII બજારમાંથી ઝડપથી નિકાસ કરી રહ્યું છે.

ADVERTISEMENT

વર્ષ 2026ની શરૂઆત ભારતીય શેર બજાર માટે સારી સાબિત નથી થઈ રહી. લગભગ 6 ટ્રેડિંગ સેશન(2જી જાન્યુઆરીના હાઈથી 12 જાન્યુઆરી સુધી)માં BSE સેન્સેક્સ 2900 અંકથી વધી તૂટી ચુક્યો છે. નિફ્ટી 50માં પણ 3 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન માર્કેટમાં રોકાણકારોને 18.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટાડો છેલ્લા ઘણા મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. બજાર પર વોલેટિલિટી હાવી છે અને લગભગ દરેક સેક્ટરમાં વેચાણનું દબાણ છે.

2જી જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 85,762ના હાઈ લેવલથી ગગડીને હવે 82,861 અંક તૂટ્યો છે. એક જ દિવસમાં સેન્સેક્સમાં 600 અંકથી વધુનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી કુલ ત્રણ ટકાના ઘટાડા સાથે 25,550 અંક નીચે ગયો છે. છેલ્લા છ સત્ર દરમિયાન માર્કેટ કેપ 16.85થી 18.5 લાખ કરોડ રૂપિયા સુધી ઘટી ગયો છે. કુલ લિસ્ટેડ વેલ્યુ લગભગ 464 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2025માં બજારે સારું રિટર્ન આપ્યું હતું પણ 2026ની શરૂઆતથી પ્રમુખ સૂચકઆંક લાલ નિશાન સાથે વેપાર કરી રહ્યો છે.

SHAREMARKET-2

વિદેશી રોકાણકારોનું ભારે વેચાણ

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત વેચાણ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ₹10,000 કરોડથી વધુનું વેચાણ થયું છે. ફક્ત 9 જાન્યુઆરીએ જ ₹3,769 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાયું હતું. સ્થાનિક રોકાણકારો આ મોટા પાયે વેચાણનો સામનો કરવામાં અસમર્થ છે જેના કારણે બજારનું દબાણ વધી રહ્યું છે.

ટ્રમ્પ ટેરિફનો ડર, ટ્રેડ ડીલ પર અંગે અનિશ્વિતતા

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદનાર પર 500 ટકા સુધી ટેરિફની ધમકી આપી છે. અમેરિકાએ ટેરિફ લગાવ્યો તો ભારત તેના સકંજામાં આવી શકે છે. અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ટેરિફની વેલિડિટી પર નિર્ણય ટાળી દેવાયો છે જેનાથી રોકાણકારો ડરી રહ્યા છે.

ગ્લોબલ જિયોપોલિટિકલ ટેન્શન

દુનિયાભરમાં જિયોપોલિટિકલ ટેન્શન તેની ચરમસીમા પર છે. અમેરિકાએ વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા છે. ઈરાનમાં મોટા પાયે વિરોધ દેખાવ ચાલી રહ્યો છે. જેનાથી ઓઈલ સપ્લાઈને અસર થવાની આશંકા છે. બીજી બાજુ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર ધમકી આપી છે. આ ઘટનાઓ પછી રોકાણકારો સુકક્ષિત રોકાણની શોધમાં છે. આજ કારણ છે કે રોકાણકારો બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે.

દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓ (અમેરિકા અને યુરોપ)માં હાલ પરિસ્થિતિ સારી નથી એટલે ત્યાંના શેર બજાર ઘટી રહ્યા છે.સાથે જ તેલ મોંઘું થવાની શક્યતા છે. કારણ કે ભારત તેલ બહારથી ખરીદે છે એટલે ભારત માટે ખર્ચ વધશે અને સામાન્ય માણસ માટે મોંઘવારી વધી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી લાગુ થશે ન્યૂ ટેક્સ કાયદો, જુઓ શું-શું બદલાઇ જશે?

ટેક્નિકલ બ્રેકગ્રાઉન્ડ

સેંસેક્સ 84,900 અને નિફ્ટી 26,000 નીચે ગયો છે. 20 દિવસ અને 50 દિવસના મુવિંગ એવરેજ તૂટી ચુક્યા છે. જો સપોર્ટ લેવલ (નિફ્ટી25,400-25,300/ સેંસેક્સ 83,100-82,800) તૂટે તો વધુ ઘટાડો નોંધાઈ શકે છે.

એક્સપર્ટના કહ્યા પ્રમાણે, બજાર નબળુ થઈ ગયું છે. ભારત અને જિયો પોલિટિકલ ટેન્શન સાથે જોડાયેલી ઘટનાઓ દબાણ વધારી રહી છે. ટ્રેડ ડીલ પર અનિશ્વિતતા, વેનેજુએલા, ઈરાન અને ગ્રીનલેન્ડના સમાચાર રોકાણકારોમાં ચિંતા ઊભી કરી રહ્યા છે. બજારમાં વોલેટિલિટી વધી ગઈ છે. બજાર વધુ તૂટે તો વેચાણનું દબાણ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nifty crash Sensex fall Indian stock market 2026

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ