બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 1 એપ્રિલથી લાગુ થશે ન્યૂ ટેક્સ કાયદો, જુઓ શું-શું બદલાઇ જશે?

જાણવા જેવું / 1 એપ્રિલથી લાગુ થશે ન્યૂ ટેક્સ કાયદો, જુઓ શું-શું બદલાઇ જશે?

Priyankka Triveddi

Last Updated: 01:10 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં નવો ઇનકેમ ટેકસને લગતો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે. ઇન્કમ ટેકસ એક્ટ 2025 આશરે 64 વર્ષ જૂના કાયદાની જગ્યા લેશે. ચાલો જાણીએ કે નવા એક્ટથી શું બદલાવ આવશે..?

Income Tax Act 2025: ભારતમાં ઇન્કમ ટેકસને લઈને હંમેશા એક સર્વ સામાન્ય ફરિયાદ રહી છે કે હાલનો કાયદો એ ખૂબ જટિલ છે. સામાન્ય માણસ માટે તે સમજવો ખૂબ અઘરો છે અને મુશ્કેલ થઈ જાય છે. સામાન્ય લોકો માટે એસમજવું ઘરું થઈ જાય છે કે કયા સેકશનમાં શું કરવાનું છે અને કેટલો ટેકસ ભરવાનો છે. આ પરેશાનીને દૂર કરવા માટે સરકાર હવે એક નવો અને વધુ સરળ કાયદો લઈને આવી રહી છે જેનું નામ છે Income Tax Act 2025. આ નવો કાયદો આખા દેશમાં 1 એપ્રિલથી એટલે કે નવા નાણાકીય વર્ષથી લાગુ પડશે અને આ નવો કાયદો જૂના 61 વર્ષથી ચાલી આવતા ઇન્કમ ટેકસ એક્ટ 1961 ની જગ્યા લેશે.

tax-payer

ઇન્કમ ટેકસ એક્ટ 1961 એ વખતે બનાવાયો હતો જ્યારે ભારતની અર્થ વ્યવસ્થા આજ જેટલી ડિજિટલ અને આધુનિક નહોતી. સમય સાથે તેમાં ઘણા સંશોધન થયા. જેનું પરિણામ એ આવ્યું કે આ કાયદો એટલો બધો જટિલ થઈ ગયો કે ટેકસ ભરવો તો દૂર પણ એણે વાંચવો પણ મુશ્કેલ થઈ ગયો હતો. નાના ટેકસપેયર્સ, નોકરિયાત વર્ગ અને સિનિયર સિટીઝન્સના માટે એ એક મોટી સમસ્યા બની ગયો હતો. સરકારનું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે આ કાયદાને સમજીને ફરીથી લખવામાં આવે.

ઇન્કમ ટેકસ એક્ટ 2025 માં શું છે ખાસ?

સરકારના જણાવ્યા મુજબ નવો ટેકસ કાયદો લગભગ 50% ઓછો થઈ જશે. આમાં ભાષાને વધુ સરળ કરવામાં આવશે. આમાં સામાન્ય લોકો પણ ટેકસ એક્સપર્ટની મદદ વગર જ નિયમોને સમજી શકશે. આમાંથી બિનજરૂરી સેકશન હટાવવામાં આવ્યા છે અને ઘણા જૂના અને બિનજરૂરી ટેકસના નિયમોને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આનાથી ટેકસને લઈને થનાર વિવાદ અને કોર્ટ કચેરીના મામલા પણ ઓછા થશે.

INCOME-TAX-1

ટેકસ રેટ એ જ, નિયમ સરળ

સૌથી મોટી રાહત એ છે કે આમાં ટેકસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારો ટેકસ સ્લેબ એ જ રહેશે જે પહેલા હતો. આ કાયદો રેવન્યુ ન્યૂટ્રલ છે જેનો અર્થ એ થયો કે સરકારની કમાણી પર આની કોઈ અસર થશે નહીં. ફરક માત્ર એટલો પડશે કે હવે ટેકસ ભરવાના નિયમ વધુ સરળ અને સમજી શકાય તેવા થશે.

Assessment Year ની ઝંઝટમાંથી મુક્તિ

આ નવા ઇન્કમ ટેકસમાં અગાઉના વર્ષ અને ઍસેસમેન્ટ યર જેવા મુશ્કેલ શબ્દો જે લોકોને ભ્રમિત કરતાં હતા તેને આ નવા કાયદામાં ખતમ કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર એક જ શબ્દ હશે ટેકસ યર. જેનાથી ITR ભરવાની પ્રક્રિયા વધુ સરળ થઈ જશે. આ ઉપરાંત જો કોઈ ટેકસ પેયર નિશ્ચિત તારીખ પછી પણ રિટર્ન ફાઇલ કરે છે તો તેને TDS રિફંડ પણ મળશે જે પહેલા સરળ નહોતું. સરકારે સ્પષ્ટ કર્યું છે કે બજેટ 2026-27માં ટેકસ સાથે જોડાયેલા એવા ચેન્જીસ થશે કે ભલે પર્સનલ ટક્સ હોય કે કોર્પોરેટ ટેકસ કે પછી HUF ને લગતા નિયમો હોય બધાને આ નવા ઇન્કમ ટેકસ એક્ટ 2025 અંતગર્ત સમાવી લેવામાં આવશે. સંસદથી મંજૂરી મળ્યા પછી હવે આ નિયમ અને ટેકસ ફોરમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: રિલાયન્સ શા માટે વેનેઝુએલાનું મોંઘું ક્રૂડ ઓઇલ ખરીદી શકે ? જામનગર સાથે પણ છે કનેક્શન

vtv app promotion

પહેલા પણ થઈ ચૂક્યો છે પ્રયત્ન

આ પહેલીવાર નથી જ્યારે ટેકસ સિસ્ટમને નવું રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોય. વર્ષ 2010માં ડિરેક્ટ ટેકસ કોડ લાવવાનો પ્રયાસ થયો હતો પંરતુ તે સફળ થયું નહિ. જે પછી 2017માં એક કમિટીની રચના કરવામાં આવી જેના રિપોર્ટના આધારે આ નવો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેકસ 2025નો ઇરાદો સાફ છે કે ટેકસ સિસ્ટમને સરળ, પારદર્શી અને ભરોસાલાયક બનાવવું. ટેકસ એ જ રહેશે પણ તેને સમજવું સરળ થશે. નોકરિયાત વર્ગ, નાના વેપારીઓ અને સિનિયર સિટીઝન્સ માટે આ બદલાવ એક મોટી રાહત લઈને આવશે એવું માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tax Rules From April 1 Income Tax Act 2025 New Tax Law India
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ