ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / વિશ્વ / રિલાયન્સ શા માટે વેનેઝુએલાનું મોંઘું ક્રૂડ ઓઇલ ખરીદી શકે ? જામનગર સાથે પણ છે કનેક્શન
Last Updated: 10:09 AM, 12 January 2026
ADVERTISEMENT
Reliance Venezuela Oil : ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફરી એકવાર વૈશ્વિક તેલ બજારમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ હવે અમેરિકાની મારફતે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ખરીદવાની તૈયારીમાં છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તેલ મધ્ય પૂર્વમાંથી મળતા તેલ કરતાં વધુ મોંઘું પડી શકે છે, છતાં પણ રિલાયન્સ આ સોદામાં રસ બતાવી રહી છે. આવો જાણીએ આ અંગે નિષ્ણાતો શું કહી રહ્યા છે.
ADVERTISEMENT
તો પછી આ નિર્ણય પાછળ કારણ શું છે?
નિષ્ણાતોનું માનવું છે કે, આ નિર્ણય માત્ર વેપારિક નથી, પરંતુ તેમાં રાજકીય અને વ્યૂહાત્મક કારણો પણ છુપાયેલા છે. હાલ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકા ઘણા દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવામાં ઘટાડો કરવા માટે દબાણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં રિલાયન્સ માટે તેલના નવા અને સુરક્ષિત સ્ત્રોત શોધવા જરૂરી બની ગયું છે.
ADVERTISEMENT
જામનગર સાથે પણ છે કનેક્શન
વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ સલ્ફરનું પ્રમાણ વધારે હોવાને કારણે બ્રેન્ટ ક્રૂડ કરતાં સામાન્ય રીતે $5 થી $8 પ્રતિ બેરલ સસ્તું મળે છે. જોકે તેમાં શિપિંગ અને પ્રોસેસિંગ ખર્ચ ઉમેરતા કુલ ખર્ચ વધી જાય છે. પરંતુ રિલાયન્સની જામનગર રિફાઇનરી એવી છે કે, જ્યાં આ ભારે અને સલ્ફરવાળું તેલ સરળતાથી પ્રોસેસ કરી શકાય છે. એટલે ટેકનિકલી રિલાયન્સ માટે આ તેલ એક યોગ્ય વિકલ્પ બની જાય છે.
ADVERTISEMENT
અમેરિકા મારફતે જ કેમ ખરીદી?
હાલ વેનેઝુએલાના લાખો બેરલ ક્રૂડ ઓઇલ અમેરિકામાં જહાજો અને ટેન્કરોમાં અટવાયેલા છે. અમેરિકાએ આ તેલને બજાર ભાવે અન્ય દેશોને વેચવાની યોજના બનાવી છે. આ વેચાણમાંથી મળેલી રકમ અમેરિકાના નિયંત્રણ હેઠળ રહેશે. રિલાયન્સ આ માધ્યમથી તેલ ખરીદે તો તેને અમેરિકાની મંજૂરી પણ મળી જાય અને પશ્ચિમી દેશોના દબાણથી પણ બચી શકાય.
ADVERTISEMENT

રશિયા પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓમાં રિલાયન્સ સહિત ઘણી કંપનીઓ રશિયા પાસેથી તેલ ખરીદીમાં ધીમે ધીમે ઘટાડો કરી રહી છે. વેનેઝુએલાનું તેલ રિલાયન્સ માટે એક વિકલ્પરૂપ પુરવઠા સ્ત્રોત બની શકે છે, જે કંપનીની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પછી ડોનાલ્ડ ટ્રમ્પે હવે આ દેશને આપી ધમકી
ADVERTISEMENT
તો પછી ચુકવણી કેવી રીતે થશે?
આ સોદામાં સીધી રીતે વેનેઝુએલાને કે યુએસ ટ્રેઝરીને ચુકવણી નહીં થાય. અહેવાલો અનુસાર તેલ વેચાણમાંથી મળેલા નાણાં વૈશ્વિક સ્તરે માન્ય બેંકોમાં આવેલા યુએસ-નિયંત્રિત ખાતાઓમાં જમા કરાશે. આ રીતે ચુકવણી પ્રક્રિયા પણ અમેરિકાની શરતો મુજબ જ થશે. રિલાયન્સ અગાઉ પણ વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ખરીદી ચૂકી છે. ગયા વર્ષે યુએસ પ્રતિબંધો હોવા છતાં રિલાયન્સને ખાસ લાઇસન્સ મળ્યું હતું. પરંતુ બાદમાં વેનેઝુએલાની તેલ કંપની PDVSA સાથે જોડાયેલા ઘણા લાઇસન્સ સસ્પેન્ડ થતાં પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT