ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:32 PM, 11 January 2026
ADVERTISEMENT
વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહીના થોડા દિવસો પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને ધમકી આપી છે. રવિવારે (11 જાન્યુઆરી 2025) ટ્રમ્પે ક્યુબાને ખૂબ મોડું થાય તે પહેલાં અમેરિકા સાથે ડીલ કરી લેવા સલાહ આપી. તેમણે ચેતવણી આપી હતી કે નહીં તો ક્યુબાનું તેલ અને ફંડ રોકી દેવામાં આવશે.
ADVERTISEMENT
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ક્યુબાને હવે કોઈ તેલ કે પૈસા મળશે નહીં - શૂન્ય! હું તેમને સલાહ આપું છું કે મોડું થાય તે પહેલાં ડીલ સાઇન કરી લે."

ADVERTISEMENT
ટ્રમ્પે લખ્યું, "ક્યુબા ઘણા વર્ષોથી વેનેઝુએલાથી આવતા મોટા જથ્થામાં તેલ અને ફંડ પર નિર્ભર રહ્યું છે. બદલામાં ક્યુબાએ વેનેઝુએલાના છેલ્લા બે તાનાશાહોને "સુરક્ષા સેવાઓ" પૂરી પાડી હતી, પરંતુ હવે વધુ નહીં. યુએસ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયાના યુએસ હુમલામાં મોટાભાગના ક્યુબન લોકો માર્યા ગયા હતા અને વેનેઝુએલાને હવે એ ગુંડા અને જબરજસ્તી વસુલી કરનારાઓથી રક્ષણની જરૂર નથી જેમણે તેમને આટલા વર્ષો સુધી બંધક બનાવ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિએ આગળ લખ્યું, "વેનેઝુએલા પાસે હવે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા છે, જે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે, જે તેમનું રક્ષણ કરશે અને અમે તેમનું રક્ષણ કરીશું. ક્યુબામાં હવે વધુ તેલ કે પૈસા મોકલવામાં આવશે નહીં - શૂન્ય! "હું સૂચન કરું છું કે તેઓ મોડું થાય તે પહેલાં કોઈ એક કરાર કરી લે."
ADVERTISEMENT
ક્યુબન રાષ્ટ્રપતિ વેનેઝુએલા સામેની કાર્યવાહીથી ભડક્યા
ક્યુબનના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે શનિવારે હવાનામાં અમેરિકી દૂતાવાસ સામે હજારો લોકોની સાથે રેલીમાં વેનેઝુએલા પર હુમલો કરવા અને તેના રાષ્ટ્રપતિને પકડવા બદલ અમેરિકાની નિંદા કરી.કૈનેલએ કહ્યુ, "ક્યુબા આ કાર્યવાહીની નિંદા કરે છે અને તેમને રાજ્ય આતંકવાદના કૃત્યો માને છે."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકામાં રુવાંડા ઊભી કરતી ઘટના, મિસિસિપી શહેરમાં ગોળીબારમાં 6થી વધુના મોત
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું, "આ આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું આઘાતજનક ઉલ્લંઘન છે - એક શાંતિપ્રિય રાષ્ટ્ર સામે લશ્કરી આક્રમણ જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે કોઈ ખતરો નથી."
નોધનીય છે કે વેનેઝુએલા ક્યુબાના તેલ પુરવઠાનો આશરે 30 ટકા હિસ્સો ક્યુબન તબીબી કર્મચારીઓના બદલામાં પૂરો પાડે છે. નિષ્ણાતો માને છે કે તેલનું નુકસાન ક્યુબાના પહેલાથી જ નાજુક પાવર ગ્રીડ અને ઉર્જા પુરવઠા માટે વિનાશક ફટકો હશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT