ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / viral video look like alien omg

OMG / દુનિયાભરના વૈજ્ઞાનિકોના વધ્યા ધબકારા! થાઈલેન્ડમાં જોવા મળ્યો વિચિત્ર જીવ, જુઓ VIDEO

Published By: Kavan

Last Updated: 07:28 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં પ્રાણીઓની કરોડો પ્રજાતિઓ છે. આમાંના કેટલાકને આપણે આપણી આસપાસ જોઈએ છીએ, જ્યારે અન્ય એવા પણ છે, જેમના અસ્તિત્વમાં આપણે વિશ્વાસ નથી કરતા. ત્યારે હાલ એક ઘાસ જેવા લાગતા પ્રાણીનો વીડિયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

  • દુનિયાભરના વૈજ્ઞાનિકોના વધ્યા ધબકારા!
  • થાઈલેન્ડના દરિયાકાંઠેને જોવા મળ્યો વિચિત્ર જીવ
  • સોશિયલ મીડિયામાં VIDEO થયાં વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ VIDEO અને તસવીરને જોતા દુનિયાભરના વૈજ્ઞાનિકો ચોંકી ગયા છે અને મૂંઝવણમાં છે કે આ જીવ પૃથ્વી પરનો છે કે એલિયન છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ જીવને થાઈલેન્ડમાં એક કીચડ પાસે જોવામાં આવ્યું છે. આ જીવની એક નાની ક્લિપે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. આ વાઇરલ ક્લિપે લોકોને દંગ કરી દીધા હતા. તેના આખા શરીર પર લીલી રુવાંટી છે, જેને જોઈને તમે તેને એક વિચિત્ર રુંવાટીદાર લીલો સાપ સમજી શકશો.

લીલા રંગનો સાપ 

ન્યૂઝફ્લેર અનુસાર, આ વિચિત્ર પ્રાણી (Creepy Alien Snake) કથિત રીતે લીલા રૂંછડા ધરાવતો સાપ હોવાનું કહેવાય છે, જે થાઈલેન્ડના સખોન નાખોનમાં એક સ્થાનિક વ્યક્તિએ શોધી કાઢ્યું હતું. 49 વર્ષીય તુ નામના વ્યક્તિએ આ જીવને ઘાસ અને શેવાળમાં લપસતા જોયો હતો. સામાન્ય રીતે ત્યાં કોઈ સાપ જોવા મળતા નથી. તેના પરિવારનું કહેવું છે કે તેણે આવો સાપ કે પ્રાણી આ પહેલા ક્યારેય જોયો નથી. તેની ઓળખની રાહ જોઈને તેણે તેને તેના ઘરે રાખ્યો. કેટલાક લોકો તેને વોટર સ્નેક કહી રહ્યા છે.

નિષ્ણાતોનો અભિપ્રાય શું છે?

NSW સેન્ટ્રલ કોસ્ટના વાઇલ્ડલાઇફ એઆરસી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સાપ પરની રૂંવાટી જેવી વસ્તુ કેરાટિનથી બનેલી હોય છે, જે ચામડીની ઉપર એક સ્તર હોય છે. તેને પફ ફેસ વોટર સ્નેક અથવા માસ્ક્ડ વોટર સ્નેક પણ કહેવામાં આવે છે, જે મોટે ભાગે ગરમ સ્થળોએ જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે ઉત્તર સુમાત્રાથી સલંગા ટાપુ, ઇન્ડોનેશિયા અને બોર્નિયો સુધી જોવા મળે છે. તેઓ મલેશિયન ટાપુઓ અને દક્ષિણ થાઇલેન્ડમાં પણ મળી શકે છે. તેઓ પાણી અને ખડકાળ તિરાડોમાં છુપાવીને સરળતાથી શિકાર કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alien Green Grass Looking Snake OMG viral video થાઈલેન્ડ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ