બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / પશ્ચિમ બંગાળમાં ભાજપ ડેલીગેશન પર ભયાનક હુમલામાં સાંસદનું માથું ફાટી ગયું, ભારે અરાજકતા

પોલિટિક્સ / પશ્ચિમ બંગાળમાં ભાજપ ડેલીગેશન પર ભયાનક હુમલામાં સાંસદનું માથું ફાટી ગયું, ભારે અરાજકતા

Jinal Chauhan

Last Updated: 06:00 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્વિમ બંગાળના જલપાઈગુડીમાં ભાજપ સાંસદ ખાગેન મુર્મૂ પથ્થરમારામાં ઘાયલ થયા છે. પાર્ટીએ રાજ્યમાં સત્તારૂઢ TMC એટલે કે તૃણૂમલ કોંગ્રેસ પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

પૂરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિને જોવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે.આ ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના નાગરકાટા વિસ્તારમાં બની હતી.

પથ્થરમારામાં માલદા ઉત્તરના સાંસદ ખગેન મુર્મુ અને સિલિગુડીના ધારાસભ્ય ડૉ.શંકર ઘોષ ઘાયલ થયા હતા.સુરક્ષા કર્મચારીઓએ કોઈક રીતે તેમને ભીડમાંથી બચાવ્યા તેમને વાહનમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા.પથ્થરમારાને કારણે સાંસદનું માથું ફૂટી ગયું હતું અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

અમિત માલવિયાએ હુમલાની નિંદા કરી

ભાજપનાઆઈટી સેલના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ સાંસદ અને ધારાસભ્ય પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમના X હેન્ડલ પર એક પોસ્ટમાં, તેમણે બંગાળમાં TMCના "જંગલ રાજ"નું વર્ણન કર્યું હતું. તેમણે લખ્યું કે, ઉત્તર માલદાથી બે વખત સાંસદ રહેલા અને આદરણીય આદિવાસી નેતા, BJP સાંસદ ખગેન મુર્મુ પર TMCના ગુંડાઓએ હુમલો કર્યો, જ્યારે તેઓ વિનાશક વરસાદ, પૂર અને ભૂસ્ખલન પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે જલપાઇગુડીના ડુઅર્સ પ્રદેશના નાગરાકાટામાં હતા.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ બિહારની ચૂંટણી જાહેર થાય તે પહેલા નીતિશે 21 લાખ મહિલાઓને આપ્યા 10 હજાર રૂપિયા

આ TMCનું બંગાળ છે, જ્યાં ક્રુરતા જ થાય છે

તેમણે લખ્યું કે, જ્યારે મમતા બેનર્જી કોલકાતા કાર્નિવલમાં નાચી રહી હતી, ત્યારે TMC અને રાજ્ય પ્રશાસન ગાયબ હતું. જે લોકો સાચ્ચે જ મદદ કરી રહ્યા હતા, ભાજપ નેતા અને કાર્યકર્તા એમની પર રાહત કાર્ય કરવા માટે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ટીમએમસી બંગાળ છે, જ્યા ક્રુરતાની બોલબાલા અને દયા માટે સજા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Political Violence Breaking News West Bengal
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ