બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકાના H-1B વિઝા માટે એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે, આ રીતે કરો અરજી

જાણવું જરૂરી / અમેરિકાના H-1B વિઝા માટે એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે, આ રીતે કરો અરજી

Jinal Chauhan

Last Updated: 11:39 AM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

USCIS એ 21 સપ્ટેમ્બર, 2025 થી લાગુ થનાર નવા 100,000 ડોલર H-1B અરજીને મંજૂરી આપી દીધી છે. આ ફી અમેરિકાના ન હોય તેવા કર્મચારીઓને નવા અરજદારો લાગૂ થશે અને દેશમાં પહેલાથી રહેતા કર્મચારીઓને આમા રાહત મળશે.

અમેરિકન સિટીજનશીપ એન્ડ ઈમિગ્રેસન સર્વિસે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે એમ્પ્લોયર્સને H-1B વિઝા અરજી માટે 100,000 ડોલરની ફી ક્યારે આપવી પડશે અને તેમને છૂટ કેવી રીતે મળશે. આ સ્પષ્ટીકરણ 19 સપ્ટેમ્બર 2025ના રોજ વ્હાઈટ હાઉસમાંથી કરવામાં આવેલી એ જાહેરાત બાદ આવ્યું છે જેમાં અમેરિકાની બહાર કામ કરનારા કર્મચારીઓ માટે કરવામાં આવેલી નવી H-1B અરજી પર એકસાથે ફી લાગુ કરવાની વાત થઈ હતી.

એક લાખ ડોલર ફી કોને આપવાની રહેશે?

આ ફી 21 સપ્ટેમ્બર, 2025 ના રોજ અથવા તે પછી દાખલ કરાયેલી નવી H-1B અરજીઓ પર લાગુ થશે, જે કર્મચારીઓ યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહે છે અથવા જેમણે તેમની અરજીઓ મંજૂર થાય તે પહેલાં દેશ છોડવો પડશે. આ એક વખતની વધારાની ફી છે, જે નિયમિત H-1B ફાઇલિંગ અને પ્રોસેસિંગ ફીથી અલગ છે.

H1-B-FINAL

USCIS પ્રમાણે આ ફીનો ઉદ્દેશ એવા પ્રોગ્રામના દુરુપયોગને રોકવાનો છે, જે યુએસ નોકરીયાતોને ટેકનીકલ, રિસર્ચ અને હેલ્થ સર્વિસ જેવા ક્ષેત્રોમાં કુશળ વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.

કોને છૂટ અપાઈ?

માન્ય નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ હેઠળ USમાં પહેલાથી જ રહેતા વિદેશી કર્મચારીઓ જેમાં F-1 સ્ટુડન્ટ વિઝા ધારક પણ સામેલ છે જે H-1bમાં કન્વર્ટ થઈ રહ્યા હોય, જે 100,000 ડોલરની ફી નહીં આપવી પડે. જે લોકો પહેલાથી જ અમેરિકામાં વેલિડ સ્ટેટસ સાથે જે જેમ કે F-1 સ્ટુડન્ટ જે H-1Bમાં ફેરવાઈ રહ્યા હોય અથવા H-1B કર્મચારીઓ લાંબુ રહેવાના હોય તેમને ઓટોમેટિક છૂટ મળશે.

રાહત માટે કોણ અરજી કરી શકે છે?

વિદેશમાં કામ કરતા કર્મચારીઓ માટે નવી H-1B અરજી દાખલ કરનાર નોકરીયાત છૂટ માટે અપીલ કરી શકે છે જ્યારે તે સાબિત કરી શકે કે કર્મચારીની હાજરી રાષ્ટ્રીય હિતમાં છે અને તે પોઝિશન માટે કોઈ યોગ્ય અમેરિકન કર્મચારી નથી. છૂટની અપીલ H-1B અરજી સાથે USCIS ઓનલાઈન ફાઈલિંગ પોર્ટલના માધ્યમથી કરવી જોઈએ, જે ફી સાથે અરજીઓની ચુકવણીની પણ પ્રોસેસ કરે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આ રીતે H-1B વિઝા ફીથી મેળવો છૂટકારો, બસ જોઇશે આ ડોક્યૂમેન્ટસ, કરો ઇમેઇલ

જરૂરી ડોક્યુમેન્ટ

  • US રાષ્ટ્રીય હિતમાં અરજદારની ભૂમિકા કેવી છે તે સમજાવતો ઔપચારિક પત્ર.
  • પુરાવો કે કોઈ યુ.એસ. કામદાર ઉપલબ્ધ નથી અથવા નોકરી માટે લાયક નથી.
  • પુરાવો કે વિદેશી કામદાર બધી H-1B પાત્રતા અને પ્રમાણપત્ર આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.
  • ભરતી રેકોર્ડ, ઉદ્યોગ પ્રમાણપત્ર, અથવા પુરાવા જેવા સહાયક દસ્તાવેજો જે દર્શાવે છે કે ભૂમિકા આવશ્યક સેવાઓમાં ફાળો આપે છે - ઉદાહરણ તરીકે, જાહેર આરોગ્ય, વૈજ્ઞાનિક સંશોધન અથવા શિક્ષણ.

કેવી રીતે થશે મૂલ્યાંકન?

USCIS દરેક કેસની સમીક્ષા કરશે. એજન્સીએ મૂલ્યાંકન કરશે કે શું નોકરી અમેરિકન રાષ્ટ્રીય હિતોના અનુરૂપ છે અને શું નોકરીદાતાને કોઈ સમાન અમેરિકન કર્મચારી લેવામાં મુશ્કેલી છે. ઉદ્યોગ વ્યાપી કે વ્યવસ્યા વિશિષ્ઠ છૂટની જાહેરાત કરવામાં નથી આવી. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) તેના વિવેકબુદ્ધિથી, "જો રોજગાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતમાં માનવામાં આવે છે" તો માફી આપી શકે છે.

USCIS અનુસાર, $100,000 ચુકવણીની માફી હોમલેન્ડ સિક્યુરિટી સચિવ દ્વારા અમુક જ પરિસ્થિતિઓમાં આપવામાં આવે છે જ્યાં સચિવે નક્કી કર્યું હોય કે H-1B કર્મચારી તરીકે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈ ચોક્કસ વિદેશી કર્મચારીની હાજરી રાષ્ટ્રીય હિતમાં છે, કોઈ યુએસ કર્મચારી પદ ભરવા માટે ઉપલબ્ધ નથી, વિદેશી કર્મચારી યુનાઇટેડ સ્ટેટ્સની સુરક્ષા અથવા કલ્યાણ માટે ખતરો નથી.

USCIS એ વધુમાં જણાવ્યું હતું કે જે નોકરીદાતાઓ માને છે કે તેમના વિદેશી કામદારો આ ઉચ્ચ મર્યાદાને પૂર્ણ કરે છે તેઓ [email protected] પર તેમની અરજી અને તમામ સહાયક પુરાવા મોકલીને માફી માંગી શકે છે. માર્ગદર્શિકા હજુ પણ વિકસિત થઈ રહી હોવાથી, નોકરીદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માફી માંગતી વખતે વિગતવાર પુરાવા સબમિટ કરે અને તેમના દાવાને સમર્થન આપવા માટે દસ્તાવેજો તૈયાર રાખે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

H1B visa immigration policy USCIS update
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ