બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:48 PM, 15 December 2025
અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન આજથી H-1B અને H-4 વિઝા અરજદારની તપાસ કરશે, જેમાં તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલની તપાસ પણ કરવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગે એક નવા આદેશમાં કહ્યું કે, 15 ડિસેમ્બરથી તમામ H-1B અરજદારો અને તેમના આશ્રિતોની ઓનલાઈન હાજરીની સમીક્ષા કરવામાં આવશે. વિદ્યાર્થી અને એક્સચેન્જ વિઝીટર પહેલાથી જ આ સમીક્ષાના દાયરામાં હતા અને હવે વિભાગે સોશિયલ મીડિયા પ્રોફાઈલ તપાસ કરવાની કામગીરીને H-1B અરજદાર અને H-4 વિઝા પર તેમના આશ્રિતોને સામેલ કરવા માટે વધારી દીધી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટ્રમ્પ પ્રશાસને વિઝા નિયમોમાં ફેરફાર કરીને H-1B અને H-4 વિઝા અરજદારોના સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ જરૂર કરી દીધું છે. અમેરિકન વિદેશ વિભાગના નવા આદેશ પ્રમાણે એપ્લિકેશનથી આ નિયમ લાગૂ થઈ રહ્યા છે. વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, એચબી વન અને એચ ફોર માટે અરજી કરનારને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલના પ્રાઈવસી સેટિંગને બદલવું પડશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમેરિકાની સડકો નીચે દબાવી દેવાયા લાખો જુના ટાયર, વાયરલ વીડિયોએ ખોલ્યું રહસ્ય
જેનો મતબલ એ છે કે જો તમારું એકાઉન્ટ લોક હોય તો વિઝા મળવામાં પ્રોબ્લેમ આવી શકે છે. નવા નિયમ પ્રમાણે અધિકારીઓને તમારી ઓનલાઈન એક્ટિવીટીની બધી માહિતી જોઈશે જેથી તમારી તપાસ સરળતાથી પુરી થઈ શકે.
ADVERTISEMENT
અમેરિકામાં ભણવા માટે જનારા વિદ્યાર્થીઓ માટે આ નિયમ પહેલાથી લાગૂ હતો. હવે ટ્રમ્પે તેને અન્ય આઈટી પ્રોફેશનલસ્ અને તેના પરિવારોને પણ આમા સામેલ કરી દીધો છે. આ નવા ફરમાનની અસર દેખાવા પણ લાગી છે. ભારતમાં ઘણા H-1B વિઝા ધારકોના ઈન્ટરવ્યૂ આ નવી ગાઈડલાઈનના કારણે રિશિડ્યુઅલ કરી દેવાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.