ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / two journalists shot and killed in colombia

ખળભળાટ / BIG NEWS: કોલંબિયામાં 2 પત્રકારોની સરેઆમ ઘાતકી હત્યાથી હડકંપ, પોલીસ તપાસમાં જોતરાઈ

Published By: Kavan

Last Updated: 07:55 AM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલંબિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, અહીં બે પત્રકારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ અંગે એજન્સીને જાણ કરી છે.

ADVERTISEMENT

  • કોલંબિયામાં 2 પત્રકારોની ઘાતકી હત્યા 
  • સંત ઉત્સવમાંથી ફરી રહ્યા હતા પરત
  • અજાણ્યા શખ્સો દ્વારા કરાયો ગોળીબાર

આપને જણાવી દઈએ કે મામલો ઉત્તરી કોલંબિયાનો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, પોલીસે જણાવ્યું કે બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ઉત્તરી કોલંબિયાના હાઇવે પર આ ઘટનાને અંજામ આપ્યો, જ્યારે આ બંને પત્રકારો નજીકના વિસ્તારમાં આયોજિત સેન્ટ ફેસ્ટિવલ (સંત ઉત્સવ)માંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ તેના પર હુમલો થયો હતો. હાલ પોલીસ હુમલાખોરોને શોધી રહી છે.

રસ્તામાં જ થઈ ઘાતકી હત્યા 

આ ઘટનામાં ઓનલાઈન રેડિયો સ્ટેશનના ડાયરેક્ટર લેઈનર મોન્ટેરો અને ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટના ડાયરેક્ટર ડિલિયા કોન્ટ્રેરાસનું મોત થયું હતું. માગદાલેનાના પોલીસ કમાન્ડર એન્ડ્રેસ સેર્નાએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે મોન્ટેરો અને અન્ય કેટલાક લોકો વચ્ચે લડાઈ થઈ હતી. આ ઘટના પછી મોન્ટેરો તેની કારમાં ડિલિયા અને અન્ય વ્યક્તિ સાથે જવાનું નક્કી કરે છે અને રસ્તામાં જ તેઓ માર્યા જાય છે.

ટૂંક સમયમાં ઉકેલીશું ભેદ 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મગદલીનાના નાગરિકો માટે શક્ય તેટલા ઓછા સમયમાં આ દુ:ખદ મામલાને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે બંને પત્રકારોની તેમના સંઘ, પરિવાર અને પરિચિતો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

COLOMBIA Journalist કોલંબિયા પત્રકાર colombia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ