બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બ્રહ્માંડમાં 5 કરોડ વર્ષ બાદ દુર્લભ ખગોળીય ઘટના, બે ગેલેક્સીની ટક્કરથી સર્જાયો અદભૂત નજારો

અકલ્પનીય ઘટના / બ્રહ્માંડમાં 5 કરોડ વર્ષ બાદ દુર્લભ ખગોળીય ઘટના, બે ગેલેક્સીની ટક્કરથી સર્જાયો અદભૂત નજારો

Last Updated: 03:15 PM, 7 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દુર્લભ ખગોળીય ઘટનાની તસવીરો હબલ સ્પેસ ટેલિસ્કોપે લીધી છે. એક નાની ગેલેક્સી - બ્લૂ ડવાર્ફ ) એક વિશાળ ગેલેક્સી LEDA 1313424 ની વચ્ચેથી પસાર થઈ હતી અને આ અથડામણના લીધે ગેલેક્સી આ ટક્કરને કારણે ગેલેક્સીમાં 9 વિશાળ તારાઓથી ભરેલા વલયો બન્યા છે.

બ્લૂ ડવાર્ફ ગેલેક્સી: વૈજ્ઞાનિકોના મતે, આ અથડામણ લગભગ 50 મિલિયન વર્ષ પહેલાં થઈ હતી. બ્લૂ ડવાર્ફ ગેલેક્સી એક તીરની જેમ સીધી વિશાળ આકાશગંગાના કેન્દ્રમાંથી પસાર થઈ, જેનાથી 1,30,000 પ્રકાશવર્ષ સુધી ફેલાયેલા વલયો બન્યા.

9 રિંગની પુષ્ટિ

એક યુનિવર્સિટીના સંશોધકે પહેલી વાર ટેલિસ્કોપ દ્વારા આ આકાશગંગા જોઈ. તેઓએ હબલ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને વધુ વિગતવાર અભ્યાસ કર્યો, જેમાં પહેલા તેમને 8 રિંગ્સ દેખાઈ ત્યારબાદ હવાઈમાં WM કેક ઓબ્ઝર્વેટરીએ 9મી રિંગની પુષ્ટિ કરી. રીસર્ચર એવી આશંકા સેવી રહ્યા છે કે ગેલકેસીની બહાર એક 10 મિ રિંગ બની હોઈ શકે છે જે હબલ ટેલિસ્કોપની પહોંચની બહાર છે.

ગુરુત્વાકર્ષણને લીધે અથડાય છે તારાઓ

આમ તો તારાઓનું ને ગેલેક્સીઓનું અથડાવવું એ સામાન્ય ઘટના છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે, તારાઓ અને આકાશગંગાઓ એકબીજાની નજીક આવે છે અને ક્યારેક અથડાય છે. જોકે, આવી સીધી અથડામણ ખૂબ જ દુર્લભ છે. આપણી આકાશગંગા 'મિલ્કી વે' પણ ભવિષ્યમાં પડોશી એન્ડ્રોમેડા ગેલેક્સી સાથે અકડાવાની વકી છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને 'એન્ડ્રોમેડા-મિલ્કી વે ટકરાવ' કહી રહ્યા છે.

વધુ વાંચો: શું અમેરિકાએ ડિપોર્ટ કરેલા ભારતીયો પર લેવાશે એક્શન? એક ક્લિકમાં જાણો તમામ સવાલના જવાબ

પાણીમાં બને તેવી લહેરો બની

આ શોધ આકાશગંગાની ઉત્ક્રાંતિને સમજવામાં મદદ કરશે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આ રિંગ્સ બહારની તરફ એક પેટર્નમાં ફેલાયેલા હતા જે પથ્થરને પાણીમાં નાખવાથી બનતી લહેરો જેવી હતી. આ સિદ્ધાંત પહેલાથી જ અસ્તિત્વમાં હતો પણ હવે તેનું સીધું અવલોકન કરવામાં આવ્યું છે.આ સાબિત કરે છે કે જ્યારે આકાશગંગાઓ/ ગેલેક્સીઓ અથડાય છે ત્યારે નવા તારાઓ જન્મ લે છે અને તે બ્રહ્માંડની રચનાને સમજવામાં મદદ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

stars Blue Dwarf Galaxy Milky Way
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ