બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:05 AM, 7 February 2025
અમેરિકામાં, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ક્રમમાં, બુધવારે 104 ભારતીયોને ડિપોર્ટ કરીને ભારત મોકલવામાં આવ્યા. ટ્રમ્પ સરકાર દ્વારા ડંકી રૂટ દ્વારા અમેરિકામાં ઘૂસેલા ભારતીયોનો આ પહેલો જથ્થો છે. આમાં હરિયાણા અને ગુજરાતના 33-33, પંજાબના 30, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ અને ચંદીગઢના બે લોકો સામેલ છે. યુએસ સરકારનું કહેવું છે કે આવા ઘણા વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખીને ડિપોર્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
દરમિયાન, સવાલ એ છે કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીય નાગરિકો ભારત પાછા ફર્યા પછી તેમની સાથે આગળ શું થશે? શું તેમની સામે કોઈ કાર્યવાહી થશે? શું આ લોકો હવે ક્યારેય અમેરિકા પાછા જઈ શકશે અને આ લોકોને ડંકી રૂટ દ્વારા મોકલનારા એજન્ટો સામે શું કાર્યવાહી કરવામાં આવશે? આવા બધા પ્રશ્નો દરેકના મનમાં છે. ત્યારે આજે જાણીએ આવા સવાલોના જવાબો.

ADVERTISEMENT
શું ડિપોર્ટ થઈ પાછા ફરેલા ભારતીયો સામે ભારતમાં કોઈ કાર્યવાહી થશે?
એક વરિષ્ઠ વકીલ અનુસાર, ડિપોર્ટ કરાયેલા લોકોને ભારતમાં કોઈપણ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે નહીં સિવાય કે તેઓ નકલી/બનાવટી દસ્તાવેજો સાથે મુસાફરી કરે. જ્યાં સુધી તેમની પાસે અસલી ભારતીય પાસપોર્ટ છે અને તેમણે તેમના માન્ય દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે, ત્યાં સુધી ભારતમાં તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી થશે નહીં. જો કોઈએ ખોટા પાસપોર્ટનો ઉપયોગ કર્યો હોય અથવા કોઈ બીજાના પાસપોર્ટમાં પોતાનો ફોટો વાપર્યો હોય અથવા ડંકી રૂટ માટે પાસપોર્ટ પર પોતાનું નામ/જન્મ તારીખ અથવા અન્ય વિગતો બદલી હોય, તો તેમની સામે પાસપોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT
અન્ય એક વકીલે જણાવ્યું કે એ વાતની સંભાવના ખૂબ જ ઓછી છે કે આ લોકો નકલી દસ્તાવેજો બનાવવામાં સામેલ હશે કારણ કે આવા મોટાભાગના ઇમિગ્રન્ટ્સ ઓછા શિક્ષિત અને ગરીબ પરિવારોના છે. એવામાં આ લોકો ફરીથી પોતપોતાના ગામડાઓ અને વિસ્તારોમાં પહેલાની જેમ સામાન્ય જીવન જીવી શકે છે. ભારતમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાના મુદ્દાઓ પર કામ કરતા એક એડવોકેટે જણાવ્યું કે ડિપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી શકાતી નથી સિવાય કે તેઓ યજમાન દેશમાં ગુનામાં દોષિત ઠરે અથવા ભારતમાં કોઈપણ પાસપોર્ટ છેતરપિંડીમાં સંડોવાયેલા હોય. તેમને તેમના દેશ (ભારત) પરત મોકલી દેવામાં અવ્યા છે. તેમને વધુમાં વધુ પૂછી શકાય કે દેશ છોડવા માટે તેમની પાસે જે દસ્તાવેજો છે તે સાચા છે કે નહીં.

ADVERTISEMENT
શું આ લોકો ભવિષ્યમાં અમેરિકા પાછા જઈ શકશે?
વકીલો એ વાતથી સંમત છે કે જેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેઓ પાછા જઈ શકશે નહીં. જ્યારે પણ તમે વિઝા ફોર્મ ભરો છો, ત્યારે એક કોલમ હોય છે જેમાં પૂછવામાં આવે છે કે શું તમને ક્યારેય ડિપોર્ટ કરવામાં આવ્યા છે. એકવાર ડિપોર્ટનું કલંક લાગી જાય પછી, મોટાભાગના દેશો આવા લોકોને વિઝા આપતા નથી. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, શેંગેન (યુરોપિયન) જેવા દેશો એવા કોઇપણ વ્યક્તિને વિઝા નથી આપતા, જેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે ડિપોર્ટ કરવામાં આવ્યા હોય.
ADVERTISEMENT
યુ.એસ. એમ્બેસીની વેબસાઇટ અનુસાર, "જે વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવ્યા હોય, તેને સંજોગોના આધારે 10 વર્ષ સુધી વિઝા માટે ફરીથી અરજી કરવાથી પ્રતિબંધિત કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં આ કાર્યવાહીમાંથી મુક્તિ મળી શકે છે." યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર પણ કહેવામાં આવ્યું છે કે જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, તેઓ ઓછામાં ઓછા 5 વર્ષો સુધી વિઝા માટે અરજી કરી શકતા નથી અને તેમના વિઝાની માન્યતા અંગે ઘણી જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે.

ADVERTISEMENT
શું ટ્રાવેલ એજન્ટો સામે પગલાં લેવામાં આવશે?
એક એડવોકેટે જણાવ્યું કે હવે એ ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી થવી જોઈએ જેમણે લાખો રૂપિયા લઈને આ ડિપોર્ટ કરાયેલા લોકોને ગેરકાયદેસર રીતે મોકલ્યા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો દરેક દેશનો અધિકાર છે. વકીલના જણાવ્યા અનુસાર, હવે ધ્યાન એ ટ્રાવેલ એજન્સીઓને પકડવા અને તેમની સામે કાર્યવાહી કરવા પર હોવું જોઈએ જેમણે આ લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા. જે લોકોએ આ લોકોને ગેરકાયદેસર રીતે ત્યાં મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેમણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો જોઈએ. આ ડિપોર્ટ કરાયેલા મોટાભાગના લોકો ઓછા શિક્ષિત અથવા અભણ હશે. નકલી દસ્તાવેજો બનાવવામાં તેમની કોઈ ભૂમિકા નહીં હોય.
એક વકીલે એમ પણ જણાવ્યું કે પંજાબના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને દોઆબા અને ગ્રામીણ પંજાબમાં ટ્રાવેલ એજન્સીઓ અમેરિકા, કેનેડા અથવા બ્રિટનમાં સુંદર જીવનના સપના બતાવે છે અને લોકોને આ દેશોમાં સ્થળાંતર કરવા માટે લાખો રૂપિયા માંગે છે. તેઓ તેમને બીજા દેશના રસ્તે (ડંકી રૂટ) દ્વારા મોકલે છે. એજન્ટો તેમને ખૂબ જ ખરાબ સ્થિતિમાં, વિવિધ સ્થળોએ લઈ જાય છે, ક્યારેક કન્ટેનરમાં મુસાફરી કરે છે. પરિવારની આખી સંપત્તિ એ આશામાં ખર્ચાઈ જાય છે કે દીકરો કશે જઈને પૈસા કમાશે. ડિપોર્ટેશન હવે એ પરિવાર માટે બેવડો માર છે, જેમણે વિદેશમાં કમાણી પર પોતાની આશા રાખી હતી. ડિપોર્ટ કરાયેલા લોકોને વિદેશ મોકલનારા લોકો કોણ હતા અને તેમને કેવી રીતે મોકલવામાં આવ્યા હતા તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ડંકી સીસ્ટમ નામની કોઈ વસ્તુ છે. છેલ્લા 10 વર્ષમાં કેટલા ટ્રાવેલ એજન્ટો પકડાયા અથવા દોષિત ઠેરવવામાં આવ્યા? તે નિરાશાજનક છે."
આ પણ વાંચો: હાથમાં હાથકડી અને પગમાં બેડી, અમેરિકાએ આ રીતે ભારતીયોને ડિપોર્ટ કર્યા, કહ્યું illegal aliens
ગેરકાયદેસર ઇમિગ્રેશનની ફરિયાદો પર થઈ શકે છે આ કાર્યવાહી
જણાવી દઈએ કે સંસદમાં પણ ડંકી સિસ્ટમનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 5 ડિસેમ્બર, 2024ના રોજ, રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જ્યારે પણ ગેરકાયદેસર સ્થળાંતર/માનવ તસ્કરીની ફરિયાદો મળે છે, ત્યારે આવા કેસોને ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પંજાબ સરકાર દ્વારા ઘડવામાં આવેલા પંજાબ માનવ તસ્કરી નિવારણ અધિનિયમ, 2012 જેવા અન્ય કાયદાઓની સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ તપાસ અને કાર્યવાહી માટે રાજ્ય પોલીસને મોકલવામાં આવે છે. આનો અર્થ એ થયો કે ઉપરોક્ત કલમો હેઠળ ડંકી રૂટ દ્વારા ભારતીયોને વિદેશ મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી થઈ શકે છે.
સાયબર ક્ષેત્રમાં ગૃહ મંત્રાલય (MHA) અને રાજ્ય પોલીસ અધિકારીઓ સાથે મળીને ગેરકાયદેસર ભરતી એજન્ટો સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. પંજાબ સહિત ભારતભરમાંથી ગેરકાયદેસર ભરતી એજન્સીઓની સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા માટેની વિનંતીઓ નિયમિતપણે ગૃહ મંત્રાલય સાથે શેર કરવામાં આવે છે અને તાજેતરમાં મંત્રાલય અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં, પંજાબ સ્થિત ગેરકાયદેસર ભરતી એજન્સીઓ સામે 38 FIR નોંધવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.