બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુપ્ત નવરાત્રિનો અંતિમ દિવસ ખાસ, નવમી પર કન્યા પૂજનથી મળશે શુભ ફળ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ગુપ્ત નવરાત્રિનો અંતિમ દિવસ ખાસ, નવમી પર કન્યા પૂજનથી મળશે શુભ ફળ

Last Updated: 07:53 AM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આષાઢ ગુપ્ત નવરાત્રિની નવમી તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજા સાથે કન્યા પૂજન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

1/7

photoStories-logo

1. ગુપ્ત નવરાત્રિની નવમી આજે

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી સાધના જેટલી ગુપ્ત રાખવામાં આવે તેટલું વધુ ફળ મળે છે. નવમીના દિવસે માતા દુર્ગાની આરાધના અને કન્યા પૂજનથી સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગુપ્ત નવરાત્રિની નવમીનું મહત્વ

આ સમય દરમિયાન દેવીના નવ સ્વરૂપોની જગ્યાએ દસ મહાવિદ્યાઓની ઉપાસના કરવામાં આવે છે. તંત્ર અને સાધના સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. નવમી તિથિએ માતા દુર્ગાની વિશેષ પૂજા કરવાથી અનેક મનોકામનાઓ પૂર્ણ થતી હોવાનું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. માતા દુર્ગાની પૂજા કેવી રીતે કરવી?

ગુપ્ત નવરાત્રિની નવમીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ હવનની તૈયારી કરીને હવનમાં આહુતિ આપવી. માતા અંબાની વિધિપૂર્વક પૂજા કરીને તેમના મંત્રોનો જાપ કરવો. માતાજીને ફળ, મીઠાઈ અને અન્ય ભોગ અર્પણ કરવા. અંતમાં દુર્ગા માતાની આરતી કરીને આશીર્વાદ મેળવવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. નવમીના દિવસે કન્યા પૂજનનું મહત્વ

ધાર્મિક માન્યતા મુજબ નવમીના દિવસે કન્યા પૂજન કરવાથી માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કન્યાઓને માતાના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. તેથી 2 થી 10 વર્ષની વયની કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કન્યા પૂજનની સંપૂર્ણ વિધિ

નવમીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને દૈનિક ક્રિયા પૂર્ણ કર્યા બાદ દેવીની પૂજા કરવી. ત્યારબાદ 2 થી 10 વર્ષની ઉંમરની 9 કન્યાઓ અને એક બાળકને ભૈરવ સ્વરૂપ માનીને ઘરે આમંત્રિત કરવા. તેમના ચરણ ધોઈને યોગ્ય આસન પર બેસાડવા. પછી રોળી અને અક્ષતથી તિલક કરવું તથા હાથમાં મૌલી બાંધવી. શક્ય હોય તો તેમને ચૂંદડી ઓઢાડવી અને સન્માનપૂર્વક પૂજન કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કન્યાઓને શું ભોગ અર્પણ કરવો?

કન્યા પૂજન દરમિયાન કન્યાઓને પૂરી, ચણા, શાક, શીરો, ખીર, ફળ અને અન્ય સાત્વિક ભોજન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ભોજન બાદ તેમને દક્ષિણા, ભેટ અથવા ઉપયોગી વસ્તુઓ આપીને આશીર્વાદ લેવા જોઈએ. માન્યતા છે કે આ વિધિથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ વરસાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Navami Pujan Kanya Poojan Vidhi Gupt Navratri 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ