બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વરસાદમાં બીમારીઓથી બચવા માટે આયુષ મંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સ બનશે ઉપયોગી

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ કેર / વરસાદમાં બીમારીઓથી બચવા માટે આયુષ મંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સ બનશે ઉપયોગી

Last Updated: 07:58 AM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Monsoon Health Care: ચોમાસાની ઋતુ ગરમીમાંથી રાહત તો આપે છે, પરંતુ તેની સાથે વિવિધ બીમારીઓ પણ લાવે છે. આયુષ મંત્રાલયે કેટલીક એવી ટિપ્સ શેર કરી છે જે ચોમાસાને લગતી બીમારીઓ સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

1/5

photoStories-logo

1. વરસાદના દિવસોમાં બીમારીનું જોખમ

ચોમાસાની ઋતુ સુંદર હોય છે, પરંતુ વરસાદના દિવસોમાં બીમારીનું જોખમ વધી જાય છે. વરસાદ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધવાથી બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ઝડપથી ફેલાય છે. ભરાઈ રહેલા પાણીને કારણે મચ્છરોની સંખ્યામાં વધારો થાય છે, જેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધે છે. ચોમાસા દરમિયાન આ બીમારીઓથી બચવા માટે, આયુષ મંત્રાલયે સોશિયલ મીડિયા પર કેટલીક બચાવ ટિપ્સ શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભીના કપડા બદલો

લોકોને વરસાદમાં ભીંજાવું ગમે છે, પરંતુ લાંબા સમય સુધી ભીના કપડાં પહેરી રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ભીના કપડાંમાં રહેલો ભેજ ફૂગ અને બેક્ટેરિયાના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપે છે, જેનાથી ખંજવાળ, દાદર, ચામડી પર ફોલ્લીઓ અને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. વરસાદમાં ભીંજાયા પછી, ઘરે પહોંચતાની સાથે જ સૂકા અને સ્વચ્છ કપડાં પહેરી લેવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઘરની સફાઇનું ધ્યાન રાખો

ચોમાસા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતાની સાથે-સાથે તમારી આસપાસના વિસ્તારની સ્વચ્છતા પણ જાળવો. ઘરની આસપાસ ભરાઈ રહેલું પાણી મચ્છરોના ઉપદ્રવનું જોખમ વધારે છે, જેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાઈ શકે છે. ધાબા, કુંડાં, કુલર, ડોલ કે ટાયર જેવી જગ્યાઓ પર પાણી જમા થવા ન દો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સાબુથી હાથ ધોવો

ચોમાસાની ઋતુ દરમિયાન સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. દિવસ દરમિયાન આપણે એવી ઘણી વસ્તુઓને સ્પર્શ કરીએ છીએ જેના પર જંતુઓ હોઈ શકે છે. પરિણામે, હાથ ધોયા વિના ચહેરાને સ્પર્શ કરવાથી કે કંઈપણ ખાવાથી ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. ભારતના આયુષ મંત્રાલય અનુસાર, સાબુ અને સ્વચ્છ પાણીથી હાથ ધોવાથી ચેપ સામે રક્ષણ મેળવવામાં મદદ મળી શકે છે. કંઈપણ ખાતા પહેલા હાથ ધોવા ખૂબ જ જરુરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પગને સાફ રાખો

ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી પગ ભીના રહેવાથી ફંગલ ઇન્ફેક્શન (ફૂગનો ચેપ) થઈ શકે છે. આ સમયગાળામાં રસ્તાઓ પર ઘણીવાર પાણી ભરાઈ રહેતું હોય છે, જેના કારણે પગ લાંબા સમય સુધી ભીના રહે છે. ભીના પગરખાં અને મોજાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારી શકે છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પગને સ્વચ્છ અને સૂકા રાખવાથી ફૂગને લગતી સમસ્યાઓ અને ચેપને રોકવામાં મદદ મળી શકે છે. (Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ayush ministry monsoon Health Care prevent diseases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ