બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / હાથમાં હાથકડી અને પગમાં બેડી, અમેરિકાએ આ રીતે ભારતીયોને ડિપોર્ટ કર્યા, કહ્યું illegal aliens
Last Updated: 02:44 PM, 6 February 2025
ADVERTISEMENT
યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ ડબલ્યુ. બેંક્સે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કહ્યું કે યૂએસબીપી અને પાર્ટનર્સએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક ભારતમાં મોકલ્યા છે. જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે.
US Border Petrol releases footage of Indian deported by US Airforce Aircraft with handcuffed and chained.#USA #Amritsar pic.twitter.com/4fAdSDRADo
— Manish Shukla (@manishmedia) February 6, 2025
ADVERTISEMENT
અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવેલા 104 ભારતીયોનો મુદ્દો દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આના વિરોધમાં વિપક્ષી સાંસદો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન યુએસ બોર્ડર પેટ્રોલ (UBSP) એ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને યુએસ લશ્કરી વિમાન દ્વારા ભારત મોકલવામાં આવી રહ્યાનો એક વીડિયો બહાર પાડ્યો છે.
યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ ડબલ્યુ. બેંક્સે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કહ્યું કે યૂએસબીપી અને પાર્ટનર્સએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક ભારતમાં મોકલ્યા છે. આ અમેરિકાથી અત્યાર સુધીની સૌથી દૂરની ઉડાન હતી. જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો, તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે.
તમને જણાવી દઈએ કે આ રીતે ભારતીયોની વાપસીને લઈને દેશમાં હોબાળો મચી ગયો છે. આ અંગે વિપક્ષી નેતાઓ સંસદમાં વિરોધ કરી રહ્યા છે. અમેરિકાએ મોકલેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ તેમાંથી 31 પંજાબના, 30 હરિયાણાના, 27 ગુજરાતના, 3 ઉત્તર પ્રદેશના, 4 મહારાષ્ટ્રના અને 2 ચંદીગઢના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીયોને ડિપોર્ટ કરવાનો ખર્ચ અમેરિકન સરકાર ઉઠાવશે.
આ પણ વાંચોઃ અમેરિકા / VIDEO: વિમાન દુર્ઘટનાનું ડરામણું દ્રશ્ય! એક સાથે ટકરાયાં બે પ્લેન, 142 મુસાફરો હતા સવાર
ભારતીયોને દેશનિકાલ કર્યા પછી યુએસ એમ્બેસીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમને પાછા મોકલી દેવામાં આવશે. આપણા દેશના ઇમિગ્રેશન કાયદાઓને મજબૂત બનાવવા એ અમેરિકન સુરક્ષા અને આપણા લોકોના હિત માટે મહત્વપૂર્ણ છે. અમારી નીતિ એ છે કે શક્ય તેટલી સંપૂર્ણ હદ સુધી ઇમિગ્રેશન કાયદાઓનો અમલ કરીએ.
જોકે અત્યાર સુધી ભારત સરકાર દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. વિદેશ મંત્રી જયશંકર બપોરે 3 વાગ્યે સંસદમાં આ બાબતે નિવેદન આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.