બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US સંસદમાં પાસ

વિશ્વ / ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US સંસદમાં પાસ

Bijal Vyas

Last Updated: 08:56 AM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સમગ્ર દેશો પર યુદ્ધની માઠી અસર જોવા મળી રહે છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જ સંસદમાં એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે.

વિશ્વના સમગ્ર દેશો પર યુદ્ધની માઠી અસર જોવા મળી રહે છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જ સંસદમાં એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' એ ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવવા અને ત્યાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટેનો એક ખાસ પ્રસ્તાવ પસાર કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સંસદ (કોંગ્રેસ)ની મંજૂરી વિના ઈરાન વિરુદ્ધ કોઈપણ પ્રકારના સૈન્ય પગલાં લેવા પાછળ સત્તા પર અંકુશ લગાવવાનો છે.

રિપબ્લિકન સાંસદોએ પાર્ટી બદલી

અમેરિકન સંસદના ગૃહમાં 'વોર પાવર્સ રિઝોલ્યુશન' પર જોરદાર ચર્ચા જોવા મળી હતી. આ પ્રસ્તાવની તરફેણમાં 215 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 208 સાંસદોએ મતદાન કર્યું હતું. આ વોટિંગની સૌથી ખાસ વાત એ રહી કે ગૃહમાં પ્રમુખ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે બહુમતી હોવા છતાં તેઓ આ પ્રસ્તાવને રોકી શક્યા નહીં. રિપબ્લિકન પાર્ટીના જ 4 સાંસદોએ પોતાની પાર્ટીના વલણની વિરુદ્ધ જઈને ડેમોક્રેટ્સના પક્ષમાં વોટ આપ્યો હતો. અગાઉ આ પ્રસ્તાવ ત્રણ વાર પાસ થયો ન હતો, પરંતુ આ વખતે તે પાસ થવામાં સફળ રહ્યો છે.

આ લાગ્યો આરોપ

પ્રસ્તાવ પાસ થયા બાદ ડેમોક્રેટ્સનો આરોપ છે કે, પ્રમુખ ટ્રમ્પે સંસદની પૂર્વ પરવાનગી વિના ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો છે, જે અમેરિકન બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. 'વોર પાવર્સ એક્ટ' અનુસાર, પ્રમુખએ સૈન્ય કાર્યવાહીના 60 દિવસની અંદર સંસદની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે, જેની સમયમર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે.

ડેમોક્રેટ્સે જણાવ્યું કે, આ પ્રસ્તાવ અમેરિકન જનતા તરફથી ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ છે કે ઈરાનમાં તેમનું ગેરકાયદેસર યુદ્ધ હવે બંધ થવું જોઈએ. જોકે, ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે યુદ્ધ પહેલા જ ખતમ થઈ ચૂક્યું છે, પરંતુ હકીકત એ છે કે બંને તરફથી હજુ પણ ગોળીબાર અને હુમલા યથાવત છે.

હવે શું વિકલ્પ છે?

રાજકીય જાણકાર મુજબ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થયેલો આ પ્રસ્તાવ હાલ પૂરતો મોટાભાગે પ્રતિકાત્મક છે. આ પ્રસ્તાવને કાયદાકીય સ્વરૂપ આપવા માટે હવે તેને અમેરિકન સંસદના ઉપલા ગૃહ એટલે કે 'સીનેટ'માંથી પણ પસાર કરાવવો પડશે. સીનેટ આ સપ્તાહે આ પ્રસ્તાવ પસાર કરી શકે છે. પણ જો આ પ્રસ્તાવ સીનેટમાંથી પાસ થઈને પ્રમુખ પાસે જશે, તો ટ્રમ્પ પોતાના વિશેષાધિકાર એટલે કે 'વીટો' (Veto) પાવરનો ઉપયોગ કરીને તેને ફગાવી શકે છે. પ્રમુખના વીટોને નિષ્ક્રિય કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ (2/3) બહુમતીની જરૂર પડે છે, જે ડેમોક્રેટ્સ માટે મેળવવી ખૂબ જ મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ ભારતને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં! શું ફરીથી ટેરિફ વધારશે?

ચૂંટણી નજીક આવતા રિપબ્લિકન સાંસદોમાં ચિંતા વધી

આ પ્રસ્તાવ કાયદાકીય રીતે ટ્રમ્પને તત્કાલ ન રોકી શકે, પરંતુ રાજકીય રીતે આ ટ્રમ્પ માટે મોટો ફટકો છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રિપબ્લિકન સાંસદોમાં અસંતોષ વધી રહ્યો છે, કારણ કે ઈરાન યુદ્ધનો મુદ્દો ચૂંટણીમાં તેમની બેઠકો પર ભારે પડી શકે છે. તેવામાં પોતાની જ પાર્ટીના સાંસદોનો વિરોધ ટ્રમ્પ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US House Passes Resolution Restrain donald Trump iran major setback for trump
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ