બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: વિમાન દુર્ઘટનાનું ડરામણું દ્રશ્ય! એક સાથે ટકરાયાં બે પ્લેન, 142 મુસાફરો હતા સવાર

અમેરિકા / VIDEO: વિમાન દુર્ઘટનાનું ડરામણું દ્રશ્ય! એક સાથે ટકરાયાં બે પ્લેન, 142 મુસાફરો હતા સવાર

Last Updated: 10:12 AM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા હજુ વિમાન દુર્ઘટનામાં 67 લોકોના મોતના દુ:ખમાંથી બહાર આવ્યું ન હતું કે બીજી એક દુર્ઘટના બની, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી ઘટના બની નહીં. એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે હિંસક ટક્કર થઈ, જેનો વીડિયો સામે આવ્યો છે.

અમેરિકાના વોશિંગ્ટનમાં વધુ એક વિમાન દુર્ઘટના બની છે, જેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના વોશિંગ્ટનના સૌથી મોટા શહેર સિએટલના એરપોર્ટ પર બની, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે મુસાફરો ડરી ગયા હતા, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. સિએટલ ટાકોમા એરપોર્ટ પર ટેક્સી કરતી વખતે જાપાન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સના વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા.

જાપાન એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર ઉભેલા ડેલ્ટા એરલાઇન્સના વિમાન સાથે ટકરાઈ ગયું હતું, જેના કારણે જાપાની વિમાનની એક વિંગ ડેલ્ટા જેટના પાછળના ભાગમાં ફસાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં સવાર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

એરપોર્ટ સ્ટાફ અને ક્રૂ મેમ્બર્સ પણ ડરી ગયા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ ન હતી અને કોઈ દુર્ઘટના ન બની. આ ઘટના ભારતીય સમય મુજબ સવારે 10.15 વાગ્યે બની. યુએસ એવિએશન મંત્રાલયે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

ડી-આઇસિંગ કરતા સમયે થઈ ટક્કર

અહેવાલ મુજબ, એરપોર્ટ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં વિમાન બીજા વિમાન સાથે અથડાયેલું જોઈ શકાય છે. ડેલ્ટા એરલાઇન્સનું બોઇંગ 737 વિમાન 142 મુસાફરો સાથે ટેકઓફ માટે તૈયાર હતું. આ ફ્લાઇટ મેક્સિકોના પ્યુર્ટો વાલાર્ટા શહેર જવાની હતી. આ જ સમયે જાપાન એરલાઇન્સનું એક બોઇંગ 737 વિમાન પણ એરપોર્ટ પર ટર્ન લઈ રહ્યું હતું.

PROMOTIONAL 12

ડી-આઇસિંગ કરતા સમયે જાપાની વિમાન પાછળથી ડેલ્ટા જેટ સાથે અથડાયું. ટક્કર થઈ હોવાની માહિતી મળતા જ એરપોર્ટ સ્ટાફ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સિક્યોરિટી ઘટનાસ્થળે પહોંચી ગયા. વિમાનમાં સવાર મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી રેસ્ક્યુ કરીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા. વિમાનને સમારકામ માટે મોકલવામાં આવ્યું.

આ પણ વાંચો: ટ્રમ્પની કડકાઇ વધી! સેના બાદ હવે સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડરની નો એન્ટ્રી, પાસ કર્યો આદેશ

ડેલ્ટા એરલાઇન્સે ઘટના પર ખેદ વ્યક્ત કર્યો

ડેલ્ટા એર લાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે જાપાન એરલાઇન્સનું વિમાન, ફ્લાઇટ 68, ટોક્યોથી આઠ કલાકથી વધુ સમયની ફ્લાઇટ પછી એરપોર્ટ પર ઉતર્યું હતું ત્યારે તે ડેલ્ટા જેટ સાથે ટકરાઈ ગયું. આ અકસ્માતમાં ક્રૂ મેમ્બર કે મુસાફરોને કોઈ ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. આ અનુભવ અને મુસાફરીમાં વિલંબ માટે અમે દિલગીર છીએ. ઘટનાને કારણે FlightAware.com અનુસાર, એરપોર્ટ પર લેન્ડ કરવા માટે નિર્ધારિત 110 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી અને 20 કેન્સલ કરવામાં આવી. ટક્કર થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની તપાસ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Japan Airlines Delta Airlines Plane Collision Plane Collision Viral Video Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ