ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અત્યાર સુધી ગેરકાયદે રહેતા 501 બાંગ્લાદેશીની અટકાયત, તમામને ગુજરાતમાંથી ડિપોર્ટ કરાશે
Last Updated: 02:54 PM, 4 June 2026
ADVERTISEMENT
રાજ્યભરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી અત્યાર સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
ADVERTISEMENT

બે દિવસ પહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરાયુંઃJCP
ADVERTISEMENT
ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલે જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ શરૂ કરાયેલા આ ઓપરેશન માટે રાજ્યભરમાં 30થી વધુ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી ગેરકાયદે રીતે રહેતા ઘૂસણખોરોને શોધી કાઢ્યા છે.

ADVERTISEMENT
એજન્ટોના માધ્યમથી બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો એજન્ટોના માધ્યમથી બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, તેઓ પશ્ચિમ બંગાળના સરનામાઓના આધારે ખોટા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર કરાવતા હતા.
ADVERTISEMENT

તમામ લોકોના દસ્તાવેજોની ચકાસણી ચાલુ
ADVERTISEMENT
JCP શરદ સિંઘલે વધુમાં જણાવ્યું કે અટકાયત કરાયેલા તમામ લોકોના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય પ્રક્રિયા અનુસાર તમામ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતમાંથી ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT
શરદ સિંઘલ JCP, ક્રાઇમ બ્રાન્ચ
બાંગ્લાદેશી મહિલાઓ સ્પા સેન્ટરોમાં કામ કરતી હોવાની માહિતી પણ સામે આવી
તપાસ દરમિયાન કેટલીક બાંગ્લાદેશી મહિલાઓ સ્પા સેન્ટરોમાં કામ કરતી હોવાની માહિતી પણ સામે આવી છે. ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં સંડોવાયેલા એજન્ટો અને અન્ય લોકોની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય પોલીસનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આવા ગેરકાયદે નેટવર્ક સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ મહેસાણાના શોભાસણમાં કરુણ અકસ્માત, માલગાડીની અડફેટે ત્રણ કિશોરોના મોત, ગામમાં શોકની લાગણી
બાંગ્લાદેશીઓ તેમના દેશ સાથે કોન્ટેક્ટમાંઃ JCP
ભારતીય સિમ કાર્ડ બંગાળના એડ્રેસ પર બનાવતાં હતા. તમામ બાંગ્લાદેશીઓ તેમના દેશ સાથે કોન્ટેક્ટમાં હતા. ચંડોળા ઓપરેશન વખતે બે મોટા નામ હતા લલ્લુ બિહારી ને પણ પકડ્યાં હતા. એજન્ટ કોણ છે જેમને ડોક્યુમેન્ટ બનાવ્યા , કોણ અહીં રાખતું હતું તે તમામ બાબતે તપાસ ચાલુ છે. એજન્ટ અને માણસો સામે કાર્યવાહી કરવામાં આવશે. બાંગ્લાદેશીઓની પોર્ટલ પર એન્ટ્રી કરીશું , ભૂતકાળ માં પકડાયા છે કે નહીં તે અંગે તપાસ થશે. સૌથી વધુ નારોલ વિસ્તાર માંથી બાંગ્લાદેશીઓ પકડાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.