બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / હોર્મુઝ બાદ હવે 'નવો રસ્તો' પણ બંધ! ભારત-ચીન આવી રહેલા સાઉદી ટેન્કરોએ લેવો પડ્યો યુટર્ન

વિશ્વ / હોર્મુઝ બાદ હવે 'નવો રસ્તો' પણ બંધ! ભારત-ચીન આવી રહેલા સાઉદી ટેન્કરોએ લેવો પડ્યો યુટર્ન

Published By: Jinal Chauhan

Last Updated: 08:05 AM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે વૈશ્વિક તેલ પુરવઠા પર દેખાવા લાગી છે. હોર્મુઝ જળમાર્ગ બાદ હવે લાલ સમુદ્ર પણ સંઘર્ષના કેન્દ્રમાં આવતો દેખાઈ રહ્યો છે.

યમનમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોની નવી ધમકીઓના કારણે ભારત અને ચીન માટે રવાના થયેલા બે તેલ ટેન્કરોને રસ્તામાંથી યુ-ટર્ન લેવું પડ્યું છે. આ ઘટનાથી વૈશ્વિક શિપિંગ ખર્ચમાં વધારો થવાની સાથે તેલના ભાવ પર પણ દબાણ વધી શકે છે. વિશ્વભરના ઊર્જા બજારો હવે આ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

ભારત અને ચીન જતાં ટેન્કરોને બદલવો પડ્યો માર્ગ

સાઉદી અરેબિયાના યાનબૂ બંદરથી કાચું તેલ લઈને ભારત અને ચીન તરફ જઈ રહેલા બે તેલ ટેન્કરો લાલ સમુદ્રમાંથી બાબ-અલ-મંદેબ જળમાર્ગ મારફતે હિંદ મહાસાગર તરફ આગળ વધવાના હતા. પરંતુ હૂતીઓની ધમકીઓ બાદ તેઓએ માર્ગ બદલીને સુએઝ કેનાલ તરફ વળવું પડ્યું. હવે આ જહાજોને લાંબો માર્ગ અપનાવીને ગંતવ્ય સુધી પહોંચવું પડશે.

હૂતીઓએ આપી હુમલાની ધમકી

ઉત્તરી અને પશ્ચિમી યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવતા હૂતી જૂથે સોમવારે સાઉદી અરેબિયા સામે નૌકાદળ ઘેરાબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ શિપિંગ કંપનીઓને મોકલાયેલા પત્રમાં હૂતીઓએ ચેતવણી આપી કે જે જહાજો સાઉદી તેલ લોડ અથવા અનલોડ કરશે તેમને નિશાન બનાવવામાં આવશે. આ ધમકી બાદ વૈશ્વિક શિપિંગ ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈરાન પર મેગા સ્ટ્રાઇકની તૈયારીમાં અમેરિકા? ઈઝરાયલમાં ડઝન પ્લેનનો જમાવડો

હોર્મુઝ બાદ લાલ સમુદ્ર બન્યો હતો મહત્વનો વિકલ્પ

ખાડી વિસ્તારથી બહાર નીકળવા માટેનો સૌથી મહત્વનો માર્ગ ગણાતો હોર્મુઝ જળમાર્ગ સંઘર્ષના કારણે જોખમમાં હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં લાલ સમુદ્ર અને યાનબૂ બંદર મારફતે દરરોજ લાખો બેરલ સાઉદી તેલ વિશ્વના બજારોમાં મોકલવામાં આવી રહ્યું હતું. હવે લાલ સમુદ્રમાં પણ જોખમ વધતા વૈશ્વિક પુરવઠા સાંકળ પર અસર પડી શકે છે.

તેલના ભાવમાં તેજી

તણાવ વધતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 91 ડોલરથી ઉપર પહોંચ્યો છે. અમેરિકામાં પેટ્રોલના ભાવ પણ ફરી પ્રતિ ગેલન 4 ડોલરથી વધુ થયા છે. નિષ્ણાતો માને છે કે જો સંઘર્ષ વધુ ઊંડો બનશે તો ઊર્જા બજારમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.

ટ્રમ્પની ચેતવણી અને ઈરાન પર હુમલા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હૂતીઓએ હજુ સુધી બાબ-અલ-મંદેબ જળમાર્ગ સંપૂર્ણ રીતે બંધ કર્યો નથી. જોકે તેમણે ચેતવણી આપી કે જો આવું કરવામાં આવશે તો અમેરિકા તેની સામે કાર્યવાહી કરશે. બીજી તરફ અમેરિકી સેનાએ સતત 11મી રાત્રે ઈરાનના વિવિધ વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હોવાનું જણાવાયું છે. ઈરાનના ચાબહાર, કોનારક અને બુશહેર જેવા વિસ્તારોમાં વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે. આ કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Red Sea Hormuz Strait Oil Tankers

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ