બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! ફ્રાન્સના નવા કાયદાથી દુનિયામાં ચર્ચા
Last Updated: 09:36 AM, 22 July 2026
Social Media Ban : ફ્રાન્સે બાળકોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. દેશની સંસદે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવતું બિલ મંજૂર કર્યું છે. આ નિર્ણય બાદ ફ્રાન્સ યુરોપિયન યુનિયનનો એવો પહેલો દેશ બન્યો છે, જેણે આ પ્રકારનો કાયદો પસાર કર્યો છે.
ADVERTISEMENT
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોની પહેલ હેઠળ લાવવામાં આવેલા આ કાયદાનો મુખ્ય હેતુ બાળકોને સોશિયલ મીડિયા પરથી મળતા નુકસાનકારક કન્ટેન્ટથી બચાવવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોમાં ડિપ્રેશન, ચિંતા, આત્મહત્યાના વિચારો અને ઓનલાઈન વ્યસન જેવા કેસોમાં વધારો નોંધાતા સરકાર વધુ સખત બની છે.
ફ્રાન્સમાં કેટલાક પરિવારો દ્વારા ટિકટોક સહિતની સોશિયલ મીડિયા કંપનીઓ સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલાક કન્ટેન્ટના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. એક માતાએ જણાવ્યું કે મોબાઇલ મળ્યા બાદ તેમની દીકરી ડિપ્રેશનમાં ગઈ હતી અને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
ADVERTISEMENT
ફ્રાન્સમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ#France #SocialMedia #Children #DigitalSafety #VTVDigital pic.twitter.com/IxuBLV9Fey
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 22, 2026
ADVERTISEMENT
નવા કાયદા મુજબ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ બનાવી શકશે નહીં. સાથે જ હાઈસ્કૂલના કેમ્પસમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શિક્ષણ, વિજ્ઞાન અને અભ્યાસ સાથે જોડાયેલી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ પર આ નિયમ લાગુ નહીં થાય. સરકારનું લક્ષ્ય નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે સપ્ટેમ્બરથી આ કાયદો અમલમાં લાવવાનું છે. જોકે તે પહેલાં કાયદાની બંધારણીય સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત, હાલના એકાઉન્ટ્સ બંધ કરાવવા અને નવા યુઝર્સની સાચી ઉંમર ચકાસવા જેવી ટેકનિકલ પડકારો પણ સરકાર સામે રહેશે.
આ પણ વાંચો : સિંગાપોરમાં 1.3 કરોડના હીરાની ફિલ્મી સ્ટાઈલમાં ચોરી, સુરત સાથે છે કનેક્શન
ADVERTISEMENT
આ કાયદાનો કેટલાક રાજકીય પક્ષોએ વિરોધ પણ કર્યો છે. તેમના મતે આ નિયમથી ઓનલાઈન ગોપનીયતા પર અસર પડી શકે છે અને મોટા પાયે ઉંમરની ચકાસણી કરવી સરળ નહીં રહે. તેમ છતાં સરકારનું માનવું છે કે બાળકોના હિત માટે આ નિર્ણય જરૂરી છે. ફ્રાન્સ પહેલાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન, તુર્કિયે અને ઇન્ડોનેશિયા પણ બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર ઉંમર આધારિત પ્રતિબંધ લાવવાના પગલાં લઈ ચૂક્યા છે. હવે ફ્રાન્સ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે અને બાળકોની ડિજિટલ સુરક્ષા માટે મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.