બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદખેડાના માધવ હોમ્સમાં નહીં, ફરીવાર ઘુમામાં જ દેખાયો દીપડો, જુઓ CCTV

Video / ચાંદખેડાના માધવ હોમ્સમાં નહીં, ફરીવાર ઘુમામાં જ દેખાયો દીપડો, જુઓ CCTV

Published By: Nidhi Panchal

Last Updated: 09:34 AM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દીપડાને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોને કારણે લોકોમાં ભારે ચર્ચા અને ગેરસમજ ફેલાઈ છે. જોકે વાયરલ વીડિયાની હકીકત કંઈક અલગ જ છે અને સામે આવેલી માહિતી ચોંકાવનારી છે.

અમદાવાદમાં અત્યારે હાલ દીપડો દેખાવાની ઘટના સામે આવે છે. પહેલા ઘુમા અને પછી ચાંદખેડામાં દેખાયો હતો અને ત્યારબાદ આખરે ચાંદખેડાના માધવ હોમ્સ અને રોયલ ઓર્ચિડ સામે રેસ્ક્યૂ ઓપરેશન સફળ થતાં દીપડાને પાંજરે પુરાયો હોવાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હકીકત એવી નથી.

dipdo

ગ્રીન સિટી વિસ્તારમાં વહેલી સવારે દીપડો જોવા મળ્યો

વાસ્તવમાં અમદાવાદના શરણદીપ સોસાયટી સોસાયટીની પાછળ આવેલા ગ્રીન સિટી વિસ્તારમાં વહેલી સવારે દીપડો જોવા મળ્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ગેરેજમાં પાર્ક કરેલી ગાડીઓની નીચેથી દીપડો બહાર નીકળતો સ્પષ્ટ જોવા મળે છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

સવારે 6:05 વાગ્યે CCTV કેમેરામાં કેદ થયો

મળતી માહિતી મુજબ, દીપડો વહેલી સવારે 6:05 વાગ્યે CCTV કેમેરામાં કેદ થયો હતો. ફૂટેજમાં તે ગેરેજમાં ઉભેલી ગાડીઓની નીચેથી બહાર આવતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ આસપાસના રહેવાસીઓએ સાવચેતી વધારી દીધી છે અને વહેલી સવારે તેમજ મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ વિસ્તારમાં અંદાજે 900 જેટલા પ્લોટ

ગ્રીન સિટી વિસ્તારની વાત કરીએ તો અહીં અંદાજે 900 જેટલા પ્લોટ આવેલા છે. મોટાભાગના પ્લોટ હાલમાં ખાલી છે અને તેમાં ઝાડી-ઝાંખરા તેમજ ઘન વનસ્પતિનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તાર દીપડા માટે અનુકૂળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જંગલી પ્રાણીને છુપાવા અને અવરજવર કરવા માટે પૂરતી જગ્યા મળી રહે છે.

છેલ્લા બે દિવસથી દીપડો ગ્રીન સિટી સોસાયટી

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી દીપડો ગ્રીન સિટી સોસાયટી અને શરણાદીપ સોસાયટી વચ્ચે જ આંટાફેરા કરી રહ્યો છે. જેના કારણે લોકોમાં સતત ભયનો માહોલ છે. ખાસ કરીને બાળકોને એકલા બહાર ન જવા અને રહેવાસીઓને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરત અને નવસારીમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

જ્યાં CCTVમાં દીપડાની હિલચાલ નોંધાઈ

બીજી તરફ, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં કરવામાં આવતા દાવા અને વાસ્તવિક ઘટના વચ્ચે મોટો તફાવત હોવાનું સામે આવ્યું છે. હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર ચાંદખેડાના માધવ હોમ્સ અને રોયલ ઓર્ચિડ સામે દીપડો પાંજરે પુરાયો હોવાનો દાવો સાચો નથી. વાસ્તવિક ઘટના ગ્રીન સિટી વિસ્તારમાં બની છે, જ્યાં CCTVમાં દીપડાની હિલચાલ નોંધાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Green City CCTV Footage Ahmedabad Leopard

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ