બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:24 PM, 27 September 2025
ભારતમાં ક્રેકિટ કાર્ડનો યુઝ ઝડપથી વધી રહ્યો છે. ફાઈનાન્સિયલ ખર્ચાઓને મેનેજ કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તો એકથી વધુ ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે, પણ શું બે ક્રેડિટ કાર્ડ યુઝ કરવાનો નિર્ણય યોગ્ય છે? આવો જાણીયે એક્સપર્ટ શું કહે છે.
ADVERTISEMENT
ઘણા એક્સપર્ટ બે ક્રેડિટ કાર્ડ રાખવાના નિર્ણયને યોગ્ય ગણે છે, કારણ કે આનાથી ખર્ચાને મેનેજ કરી શકાય છે. આ સાથે રિવોર્ડ્સ પણ વધારી શકાય છે. એક્સપર્ટ પણ આને ફાઈનાન્સિયલ કન્ડીશન મેનેજ કરવાની પણ યોગ્ય રીત માનવામાં ગણે છે. આવો જાણીએ એ ત્રણ કારણો જેનાથી ક્રેડિટ કાર્ડ વધુ ફાયદાકારક નિવડે છે.
ADVERTISEMENT
બે ક્રેડિટ કાર્ડ હોય તો તમે પ્લાનિંગ કરીને દરેક કાર્ડનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ખર્ચા માટે કરી શકો છો. એક કાર્ડનો ઉપયોગ કરિયાણાના સામાન અથવા રોજબરોજની વસ્તુઓ માટે કરી શકાય છે જેની પર કેશબેક મળ છે તો બીજા કાર્ડનો ઉપયોગ ઓનલાઈ શોપિંગ, ટ્રાવેલિંગ અથવા કેટેગરી માટે કરી શકાય છે.

ADVERTISEMENT
ક્રેડિટ સ્કોરને બે કાર્ડની મદદથી કંટ્રોલ કરી શકાય છે. બે કાર્ડને યોગ્ય રીતે યુઝ કરવાથી તમારો ક્રેડિટ યુઝ રેશિયો ઓછો થઈ શકે છે અને તમે બિલનું ફટાફટ પેમેન્ટ પણ કરી શકો છો. આનાથી તમારા ક્રેડિટ સ્કોરને જાળવી રાખવામાં અથવા તો સુધારવામાં પણ મદદ મળી શકે છે. જે ભવિષ્યમાં લોન અથવા નાણાકીય પ્લાનિંગ માટે મહત્વનું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્યાંક તમે તો આવી ભૂલ નથી કરી રહ્યાં ને? નહીંતર ક્રેડિટ સ્કોર ફટાકથી ઘટી જશે

ADVERTISEMENT
જો તમારું પહેલું ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય કે બંદ થઈ જાય, તો બીજું કાર્ડ તમારી મદદ કરે છે. તમે એક કાર્ડ રોજિંદા ખર્ચ માટે અને બીજું ખાસ ખર્ચ માટે રાખી શકો છો, જેથી ખર્ચ નિયંત્રિત રાખવો સહેલો બને છે.
ADVERTISEMENT
બે કાર્ડ હોવાને કારણે તમને વધુ સુવિધા મળે છે, પણ સાથે સાથે વધારે વ્યાજ અને ફી ભરવી પડી શકે છે. તેથી બીજું કાર્ડ લેતા પહેલાં પ્રોપર પ્લાનિંગ કરવું જરૂરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.