ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Twitter Ban On Political Advertisement From 22 November says jack dorsey

કાર્યવાહી / વિશ્વભરમાં ટ્વિટરે પોતાના પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાત બંધ કરવાનો લીધો નિર્ણય, જાણો કારણ

Published By: Kavan

Last Updated: 10:23 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter પર રાજકીય જાહેરાત હવે થશે નહીં. માઇક્રો-બ્લોગિંગ સાઇટે દુનિયાભરમાં તમામ પ્રકારની રાજકીય જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પોલિસીનું અમલીકરણ 22 નવેમ્બરથી લાગુ થશે. ટ્વીટરના CEO જેક ડોર્સીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મુકવા પાછળ અંગેનું કારણ પણ જણાવ્યું હતું.

ADVERTISEMENT

  • Twitter પર રાજકીય જાહેરાત હવે થશે નહીં
  • CEO જેક ડોર્સીની જાહેરાત
  • 22 નવેમ્બરથી નિયમ બનશે અમલી

ડોર્સીએ આપ્યા કારણો 

  • એક રાજકીય મેસેજને ત્યારે રીચ(લોકો સુધી પહોંચે) મળે જ્યારે લોકો કોઇપણ એકાઉન્ટને ફોલો કરે છે અથવા મેસેજને રિટ્વીટ કરે છે. જાહેરાતને કારણે લોકો સુધી ટારગેટેડ પોલિટિકલ મેસેજ પહોંચતા હોય છે. અમારું માનવું છે કે, આ નિર્ણયને પૈસા સાથે ગણાવવો યોગ્ય નથી. 
  • કમર્શિયલ એડવર્ટાઇઝર માટે ઇન્ટરનેટ એડવર્ટાઇજિંગ ખૂબ જ પાવરફુલ અને અસરકારક છે, પરંતુ તે પાવર રાજનીતિમાં મહત્વપૂર્ણ જોખમ લાવે છે. ત્યાં તેનો ઉપયોગ મતોને પ્રભાવિત કરે છે, જે લાખો લોકોના જીવન અસર કરે છે.
  • ઇન્ટરનેટ પર રાજકીય જાહેરખબરો સામાન્ય લોકો વચ્ચેના સંવાદો માટે નવી પસંદગીઓની રજૂઆતો છે. મશીન લર્નિંગ આધારિત મેસેજનું ઓપ્ટિમાઇઝેશન અને માઇક્રો-ટાર્ગેટિંગ ભ્રામક અને  ફેક સૂચનાઓને અનિયંત્રિત કરે છે. 
  • આ પડકારોની અસર ફક્ત રાજકીય જાહેરાતોને નહીં, તમામ ઇન્ટરનેટ સંદેશાઓને અસર કરશે. સારું રહેશે કે પૈસાને લઇને આવનારા વધારાના બોજ અને જટિલતા વગર મૂળ સમસ્યાઓ પર પોતાના પ્રયાસને કેન્દ્રિત કરવામાં આવે. 

22 નવેમ્બરથી લાગુ પડશે આ નિયમ 

ડોર્સીએ જણાવ્યું હતું કે, ટ્વિટરનો આ નિયમ આગામી 22 નવેમ્બરથી અમલી બનશે. જેમાં રાજકીય મુદ્દાઓ સાથે સાથે ઉમેદવારોની જાહેરખબર પર પણ પ્રતિબંધ રહેશે.
 
મતદારોની નોંધણી માટે આપી શકાશે જાહેરાત

jack dorsey

કેટલાક અપવાદો સાથે, ટ્વિટર 15 નવેમ્બરના રોજ તેની નવી નીતિ રજૂ કરશે. લોકો મતદારોની નોંધણી માટે જાહેરાત કરી શકશે. આ સાથે, ટ્વિટર 22 નવેમ્બરના રોજ નવા નિયમનો અમલ પણ કરશે, જેથી જાહેરાતકર્તાઓને એક નોટિસનો સમયગાળો મળશે. તે જ સમયે, જેકે કહ્યું છે કે તે અભિવ્યક્તિની વાત નથી. અહીં પૈસા આપીને, રાજકીય ભાષણ આગળ કરીને લોકો પર મોટી અસર પડે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આજ સુધી લોકશાહી પદ્ધતિ આ માટે તૈયાર થઈ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

CEO jack patrick dorsey political ads ગુજરાતી ન્યૂઝ જેક ડોર્સી ટ્વિટર રાજકીયો જાહેરાત Twitter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ