ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / Microsoft Outlook યુઝર્સ સાવધાન! ભારત સરકારે જારી કરી હાઈ રિસ્ક વોર્નિંગ

ટેક્નોલોજી / Microsoft Outlook યુઝર્સ સાવધાન! ભારત સરકારે જારી કરી હાઈ રિસ્ક વોર્નિંગ

Published By: Nirav Kumar

Last Updated: 09:38 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ માઈક્રોસોફ્ટ આઉટલૂકમાં સુરક્ષા સબંધી મોટી ખામીઓ હોવાની હાઈ-રિસ્ક ચેતવણી આપી છે. જેથી તમામ યુઝર્સને તરત સોફ્ટવેર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

ADVERTISEMENT

ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી CERT-Inએ હાઈ-રિસ્ક વોર્નિંગ જાહેર કર્યું છે. જેમાં આઉટલુકમાં એક ગંભીર સિક્યોરિટી ખામી મળી છે જેનો લાભ લઈને હેકર્સ તમારા કમ્પ્યુટર પર મનમાફે તેવો કોડ ચલાવી શકે છે.

જો તમે ઓફિસ કે પર્સનલ કામ માટે માઈક્રોસોફ્ટ આઉટલુકનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વની છે. CERT-Inએ આઉટલુક સાથે જોડાયેલી એક હાઈ-રિસ્ક સિક્યોરિટી વલ્નરેબિલિટી અંગે એલર્ટ આપ્યું છે. આ ખામીને CVE-2026-70125 તરીકે નોંધવામાં આવી છે. જેમાં ઇનપુટની યોગ્ય તપાસ ન થવાને કારણે દૂર બેઠેલો અટેકર્સ વિશેષ રીતે તૈયાર કરેલો પેલોડ મોકલીને સિસ્ટમ પર કોઈ પણ કોડ ચલાવી શકે છે. જેનાથી કમ્પ્યુટર અને તેમાં રહેલા ડેટાની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

કયા યુઝર્સને ખતરો ?

આ સમસ્યા સોફ્ટવેર વર્ઝન સાથે જોડાયેલી છે.જેમાં Microsoft 365 Apps for Enterprise (32-bit અને 64-bit), Microsoft Office LTSC 2021 (32-bit અને 64-bit) અને Microsoft Office LTSC 2024 (32-bit અને 64-bit) નો સમાવેશ થાય છે. જો તમારા ઘર કે ઓફિસના કોમ્પ્યુટરમાં આમાનું કોઈ વર્ઝન સાથે આઉટલુક ચાલી રહ્યું હોય તો અપડેટ અવોઈડ ન કરશો.

હુમલો કેવી રીતે થઈ શકે?

સામાન્ય સ્પામ કે ફિશિંગ ઈમેઈલથી આગળ વધીને આ વલ્નરેબિલિટી સિસ્ટમ લેવલનો ખતરો પેદા કરી શકે છે. જેમાં હેકર વિશેષ તૈયાર કરેલા પેલોડ દ્વારા અટેક કરી શકે છે અને તમારા કોમ્પ્યુટર પર મનફાવે તેવો કોડ ચલાવી શકે છે.

વધુ વાંચો : હવે રિચાર્જમાં 30 દિવસની વેલિડિટી, વર્ષમાં માત્ર 12 વખત જ રિચાર્જ કરવાની મર્યાદા? જાણો નવા નિયમની સંપૂર્ણ માહિતી

તમારે શું કરવું?

CERT-Inએ તમામ યુઝર્સ અને સંસ્થાઓને ઉપલબ્ધ સિક્યોરિટી અપડેટ્સ તરત લાગુ કરવાની સલાહ આપી છે. જેમાં માઈક્રોસોફ્ટે આ ખામી માટે સુરક્ષા પેચ પહેલેથી જાહેર કર્યા છે. જેમાં Microsoft Office કે Microsoft 365માં અપડેટ ઓપ્શન ચેક કરો અને ઉપલબ્ધ સિક્યોરિટી પેચ તરત ઇન્સ્ટોલ કરો. અનનોન ઈમેઈલ, શંકાસ્પદ એટેચમેન્ટ અને અપરિચિત લિંક્સ ક્યારેય ઓપન ન કરો. સોફ્ટવેરને જૂના વર્ઝન પર લાંબા સમય સુધી ન ચલાવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

high-risk alert CERT-In Microsoft Outlook

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ