ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે રિચાર્જમાં 30 દિવસની વેલિડિટી, વર્ષમાં માત્ર 12 વખત જ રિચાર્જ કરવાની મર્યાદા? જાણો નવા નિયમની સંપૂર્ણ માહિતી

Mobile Recharge Rule / હવે રિચાર્જમાં 30 દિવસની વેલિડિટી, વર્ષમાં માત્ર 12 વખત જ રિચાર્જ કરવાની મર્યાદા? જાણો નવા નિયમની સંપૂર્ણ માહિતી

Published By: Bijal Vyas

Last Updated: 04:12 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ યૂઝર્સ માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે સામાન્ય 28 -દિવસની વેલિડિટીને બદલે 30 -દિવસની વેલિડિટીવાળા પ્લાનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. TRAIના નવા નિયમોનો લાભ એવા યૂઝર્સને પણ મળશે જેમને માત્ર કોલિંગ અને SMS સેવાઓ માટે રિચાર્જની જરૂર હોય છે. આ ફેરફારની સંપૂર્ણ અસરની વિગતો અહીં આપવામાં આવી છે.

ADVERTISEMENT

મોબાઇલ યૂઝર્સ માટે એક મોટા સમાચાર છે. અત્યાર સુધી, ઘણી કંપનીઓના માસિક રિચાર્જ પ્લાન્સ 28 દિવસની વેલિડિટી સાથે આવતા હતા, જેના કારણે વપરાશકર્તાઓએ વર્ષમાં લગભગ 13 વખત રિચાર્જ કરાવવું પડતું હતું. જોકે, TRAIના નવા નિયમોને પગલે હવે 30 દિવસની માન્યતા ધરાવતા રિચાર્જ વિકલ્પો ઉપલબ્ધ થશે, જેથી ગ્રાહકો પૂરા એક મહિનાની માન્યતાનો લાભ મેળવી શકશે.

TRAIએ 22 સપ્ટેમ્બર, 2026ના રોજ 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) નિયમો, 2026' જાહેર કર્યા. નવા નિયમો અનુસાર, ટેલિકોમ કંપનીઓ માટે એવા પ્લાન ઉપલબ્ધ કરાવવા ફરજિયાત છે જેમાં માત્ર વોઇસ અને SMSની સુવિધા હોય અને તેની વેલિડિટી 30 દિવસ કે તેથી ઓછી હોય. આ ઉપરાંત, એક એવો પ્લાન પણ હોવો જોઈએ જેને દર મહિને એક જ તારીખે રિન્યૂ કરી શકાય; જો કોઈ ચોક્કસ મહિનામાં તે તારીખ ન આવતી હોય, તો તે મહિનાના છેલ્લા દિવસે રિન્યુઅલ કરવામાં આવશે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ.

જાણો આ બદલાવમાં શું હશે ખાસ?

આ ફેરફારની એક મુખ્ય વિશેષતા એ છે કે જેમને મોબાઈલ ડેટાની જરૂર નથી તેમના માટે હવે વિકલ્પો વધશે. આવા યૂઝર્સ ખાસ કરીને કોલિંગ અને SMS સેવાઓ માટે રિચાર્જ કરાવી શકશે. TRAIના નવા નિયમો હેઠળ, ટેલિકોમ કંપનીઓ માટે આવા માત્ર વોઈસ અને SMS માટેના વાઉચર્સ ઉપલબ્ધ કરાવવા અને યોગ્ય રીતે ઘટાડેલા દરો પર તેની ઓફર કરવી ફરજિયાત છે. આ ખાસ કરીને એવા યૂઝર્સ માટે ફાયદાકારક બની શકે છે જેઓ મુખ્યત્વે કોલ અને SMS માટે તેમના ફોનનો ઉપયોગ કરે છે. તે વૃદ્ધો અને એવા ગ્રાહકો માટે પણ એક ઉપયોગી વિકલ્પ બની શકે છે જેમને દર મહિને ડેટાની જરૂર હોતી નથી.

રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ઉઠાવ્યા હતા 28 દિવસ વાળો રિચાર્જની વાત

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પણ આ ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે 28 દિવસના રિચાર્જ સાયકલ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને 30 દિવસની માન્યતાવાળા એવા પ્લાનની માંગ કરી હતી જેમાં ડેટાનો સમાવેશ ન હોય. નવા નિયમો બાદ, તેમણે આને ગ્રાહકો માટે રાહતરૂપ પગલું ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ 1 ઓક્ટોબરથી સબસિડીવાળો LPG સિલિન્ડર બુક કરવા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત, જાણો શું બદલાશે

આનો અર્થ એ નથી કે હાલના તમામ 28 -દિવસીય પ્લાન આપમેળે 30 -દિવસીય પ્લાનમાં ફેરવાઈ જશે. કંપનીઓએ નિયમો અનુસાર 30-દિવસનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવો પડશે. Jio, Airtel, Vi અને BSNL જેવી કંપનીઓ નવા પ્લાનની કિંમત અને તેમાં મળતા લાભો અંગેનો નિર્ણય પોતાની મરજી મુજબ નક્કી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TRAI 30 day rules raghav chadha voice sms plans Mobile Recharge Rule

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ