બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / Instagram પર આ સેટિંગ ઓન કરતા જ રીલ્સ ધડાધડ વાયરલ થવા લાગશે! જુઓ ટેક્નિક

ટેક્નોલોજી / Instagram પર આ સેટિંગ ઓન કરતા જ રીલ્સ ધડાધડ વાયરલ થવા લાગશે! જુઓ ટેક્નિક

Bijal Vyas

Last Updated: 02:21 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Instagram ની અમુક મહત્વની સેટિંગ્સ અને યોગ્ય બદલાવ કરવામાં આવે તો તમારુ કન્ટેન્ટની રીચ અનેક ગણી વધે શકે છે.

આજના સમયમાં Instagram Reels ફક્ત મનોરંજન સુધી સીમિત નથી, પરંતુ આ પર્સનલ બ્રાંડિંગ અને કમાણીનો સોર્સ બની ગયુ છે. લાખો લોકો રોજીંદા Reels પોસ્ટ કરે છે, પરંતુ દરેકનો વીડિયો વાયરલ થતો નથી. તેવામાં સવાલ એ ઉઠે છે કે શું કોઇ એવુ સેટિંગ છે જેને ઓન કરતા જ Reels ઝડપથી વાયરલ થવા લાગે છે. હકીકત તો એ છે કે, Instagram ની અમુક મહત્વની સેટિંગ્સ અને યોગ્ય બદલાવ કરવામાં આવે તો તમારુ કન્ટેન્ટની રીચ અનેક ગણી વધે શકે છે.

એકાઉન્ટને કરો Professional Modeમાં સ્વિચ

જો તમે ઇચ્છો છો કે તમારી Reels વધારે લોકો સુધી પહોંચો, તો સૌથી પહેલા પોતાના Instagram એકાઉન્ટને Professional એટલે કે Creator કે Business એકાઉન્ટમાં બદવાન જરુરી છે. આ મોડમાં જવાથી તમારી Insights મળે છે, જેનાથી તમે આ સમજી શકો છો કે તમારી Reels ક્યારે અને કેવી રીતે દર્શકો સુધી પહોંચી રહી છે. આ ડેટા તમારા આગળના કન્ટેન્ટને વધારે સારુ બનવવામાં મદદ કરે છે.

Instagram-vtv

Reels ની Reach વધારનારી સૌથી જરુરી સેટિંગ

Instagram પર એક ખૂબ જ જરુરી સેટિંગ છે જેને ઘણા લોકો નજરઅંદાજ કરે છે. Settings માં જઇને Privacy અને પછી Account Suggestion થી જોડાયેલા સેટિંગ્સને યોગ્ય રીતે ઓન રાખવી જરુરી છે. તે ઉપરાંત એ પણ જરુરી છે કે તમારી પ્રોફાઇલ અને Reels Public હોય અને જો એકાઉન્ટ પ્રાઇવેટ છે તો તમારી Reels Explore અને Reels Feedમાં સીમિત લોકો સુધી પહોંચી શકે છે.

કન્ટેન્ટ Preferences અને Interactionનો રોલ

Instagram એલ્ગોરિદમ તે એકાઉન્ટ્સને વધારે બઢાવો આપે છે જેની સાથે લોકો વધારે ઇન્ટરેક્ટ કરે છે. તે માટે આ જરુરી છે કે તમે પોતાના Content Preferences માં એવા ટોપિક્સ પસંદ કરો જે ટ્રેન્ડમાં હો, સાથે જ Reels પોસ્ટ કર્યા બાદ કમેન્ટ્સનો જવાબ આપો, બીજાની Reels લાઇક અને શેર કરવાથી પ્રોફાઇલની એક્વિટી વધે છે જેના એલ્દોરિદમ તમને વધારે વેલ્યુ આપે છે.

યોગ્ય સમય અને ઓડિયોની અસર

Reels ના વાયરલ થવા પર પોસ્ટ કરવાનો સમય પણ ખૂબ જ મહત્વનું હોય છે. જ્યારે તમારી ઓડિયન્સ સૌથી વધારે એક્ટિવ હોય, તે સમયે Reels અપલોડ કરવાથી શરુઆતના અમુક કલાકોમાં જ સારો રિસ્પોન્સ મળે છે. આ ઉપરાંત ટ્રેન્ડિંગ ઓડિયોનો ઉપયોગ કરવાથી Instagram તમારી Reel ને વધારે લોકો સુધી પહોંચે છે કારણ કે એલ્ગોરિદમ એવા કન્ટેન્ટની પ્રાથમિક આપે છે.

insta-reels

ફક્ત સેટિંગ નહીં, કન્ટેન્ટ પણ છે જરુરી

સમજવુ જરુરી છે કે ફક્ત એક સેટિંગ ઓન કરી દેવાથી દરેક Reel વાયરલ નથી થતી. સારી ક્વોલિટી, ક્લિયર વીડિયો, શરુઆતના અમુક સેટિંગમાં દમદાર હેક અને દર્શકોથી જોડવા માટે કન્ટેન્ટ સૌથી વધારે મહત્વનું હોય છે. જો તમે યોગ્ય સેટિંગની સાથે સતત સતત સારુ કન્ટેન્ટ પોસ્ટ કરો તો Instagram પર વાયરલ થવુ મુશ્કિલ નથી.

શું ખરેખર તરત વાયરલ થવુ સંભવ છે ?

Instagram પર કોઇ જાદુઇ બટન નથી, પરંતુ યોગ્ય સેટિંગ્સ, એક્ટિવિટી અને કન્ટેન્ટ સ્ટ્રેટર્જી મળવાની તમારી Reelsને ઝડપથી ગ્રોથ આપી શકે છે. ધિરજ અને સતર્કતાની સાથે કરવામાં આવેલુ કામ લાંબા સમયમાં તમને વાયરલ ક્રિએટર બનાવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Reels Reel instantly go viral Professional Mode
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ