ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:35 PM, 10 October 2025
ADVERTISEMENT
H-1B વિઝા ફીને એક લાખ ડોલર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ હવે વધુ કડક પગલા લેવાની તૈયારીમાં છે. ફિમાં વધારાનો મતલબ છે કે કોઈ ભારતીયને અમેરિકામાં નોકરી કરવા માટે H-1B વિઝા લેવા હોય તો 80 લાખ રૂપિયા ચુકવવા પડશે.
ADVERTISEMENT
આ વિઝાનો લાભ લેનારા લોકોમાં ભારત, ચીન જેવા દેશો આગળ છે. કહેવામાં આવે છે કે લગભગ 70 ટકા તો ભારતના જ લોકો છે જે આનો લાભ લઈ રહ્યા છે. એવામાં સૌથી મોટો ઝટકો ભારતના લોકોને જ લાગશે. આ બધાની વચ્ચે ટ્ર્મ્પ હજુ વધારે કડક પગલા લેશે તેવા સમાચાર છે.

ADVERTISEMENT
એચ-1બી વિઝાનો લાભ કોણ લઈ શકશે અને કેવી કંપનીઓ આ પરમિટનો ઉપયોગ કરી શકશે. એ પણ નક્કી કરવામાં આવશે કે કઈ વ્યક્તિ એચ-1બી વિઝા હેઠળ યોગ્ય નિવડી શકે છે. અમેરિકાના ગૃહ વિભાગ તરફથી એચ-1બી વિઝા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હાલ એચ-1બી એક અસ્થાયી વિઝા કેટેગરી છે. જેમાં બિન અમેરિકન લોકોને એન્ટ્રી કરવાની તક મળતી હતી.ખાસ કરીને મૂળ ભારતના લોકોને મોટા પાયે લાભ મળે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમેરિકાથી ભારતીયો માટે મોટા સમાચાર, H-1B વિઝા ધારકોને લાગશે
એચ-1બી વિઝા કેટેગરીની શરૂઆત 1990ના ઈમિગ્રેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી. જેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે અમેરિકન કંપનીઓ ટેકનીકલ સ્કીલ ધરાવતા લોકોને લાવી શકે છે. આ નિયમના કારણે મોટા પ્રમાણમાં ભારતીયોને અમેરિકામાં જવાની તક મળી હતી. ખાસ કરીને અમેરિકન ટેક કંનીઓમાં ભારતીય મોટી સંખ્યામાં કામ કરે છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે વર્ષમાં 65 હજાર એચ-1બી વિઝા જ આપવામાં આવતા હતા.આ ઉપરાંત 20 હજાર એવા લોકોને પણ છૂટ અપાઈ હતી, જેમણે અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી હોય.
એક રિપોર્ટ પ્રમાણે, 2023માં એચ-1બી વિઝા હેઠળ અમેરિકામાં જનારા લોકોમાં ત્રીજા ભાગના ભારતીય હતા. 2012થી અત્યાર સુધી એચ-1બી વિઝા લેનાર 60 ટકા લોકો કોમ્પ્યુટરમાં કામ કરવા જેવી નોકરીમાં લાગ્યા. આ ઉપરાંત હેલ્થ સેક્ટર, બેન્ક, યુનિવર્સિટી અને અન્ય સંસ્થા માટે પણ એચ-1બી વિઝા આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT