બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકાથી ભારતીયો માટે મોટા સમાચાર, H-1B વિઝા ધારકોને લાગશે મોટો ઝટકો

NRI ન્યૂઝ / અમેરિકાથી ભારતીયો માટે મોટા સમાચાર, H-1B વિઝા ધારકોને લાગશે મોટો ઝટકો

Nidhi Panchal

Last Updated: 07:46 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની નવી ઈમિગ્રેશન નીતિ હજારો પરિવારોના સપના તોડી શકે છે. 15 ઓગસ્ટથી લાગુ થનારા નિયમો ભારતીય બાળકો માટે મોટો આંચકો બની શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ઈમિગ્રેશન નીતિ બાદ હવે ફરી એક વખત US સરકારે એવા ફેરફારો જાહેર કર્યા છે કે જે H1B વિઝાધારકો માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને ભારતીય મૂળના પરિવારો માટે આ બદલાવ ભારે અસરકારક સાબિત થઈ શકે છે. 15 ઓગસ્ટ, 2025થી અમલી થનારા નવા નિયમોને કારણે હજારો બાળકો ગ્રીન કાર્ડ નહીં મળી શકે તેવી શક્યતા છે.

H1B-visa

H1B વિઝાધારકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે, જેના કારણે આ ફેરફારોનો સૌથી મોટી અસર ભારતીય બાળકો પર પડશે. અમેરિકામાં નહીં જન્મેલાં અને માબાપના એમ્પ્લોયમેન્ટ વિઝા સાથે સંલગ્ન એવા બાળકો, જેઓ દાયકાઓ જૂના ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલા છે, તેઓ માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનશે.

નવા નિયમો શું છે ?

નવા નિયમો અનુસાર, જો H1B વિઝાધારકની ગ્રીન કાર્ડ પ્રક્રિયા ચાલુ હોય અને તે દરમિયાન તેના બાળકો 21 વર્ષના થઈ જાય, તો તેઓ પોતાનો પ્રોટેક્ટેડ ઈમિગ્રેશન સ્ટેટસ ગુમાવી દેશે. આ બદલાવથી આશરે 2 લાખથી વધુ બાળકો સીધી અસર પડી શકે છે. વર્તમાન કાયદા મુજબ, માબાપની માન્ય ગ્રીન કાર્ડ અરજીના આધારે USનો પરમેનન્ટ રેસિડન્ટ દરજ્જો મેળવવા માટે બાળકની ઉંમર 21 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. ગ્રીન કાર્ડ અરજીની પ્રક્રિયા દરમ્યાન જો બાળકની ઉંમર 21 વર્ષ પૂર્ણ થાય, તો સામાન્ય રીતે તેની યોગ્યતા સમાપ્ત થઈ જાય છે.

Visa-2

ક્યારે લાગૂ કરવામાં આવસે આ નિયમો

આ મામલે US સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ જાહેરાત કરી છે કે ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ (CSPA) હેઠળ બાળકની ઉંમર ગણવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ હવે ઉંમરની ગણતરી માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના વિઝા બુલેટિનના ફાઈનલ એક્શન ડેટ્સ ચાર્ટ પર આધાર રાખવામાં આવશે. 15 ઓગસ્ટ, 2025થી કે ત્યાર બાદ સબમિટ થનારી અરજીઓ પર આ નવા નિયમો લાગુ પડશે. જ્યારે 15 ઓગસ્ટ પહેલાં સબમિટ થયેલી અરજીઓની સમીક્ષા અગાઉ 14 ફેબ્રુઆરી, 2023ના રોજ જાહેર કરાયેલી જૂની નીતિ અનુસાર કરવામાં આવશે.

app promo5

73% ભારતીયોની અરજી

નાણાકીય વર્ષ 2023માં મંજૂર થયેલી H1B વિઝાની અરજીઓમાં 73% ભારતીયોની હતી. Pew Research Centerના આંકડા મુજબ, 2010થી અત્યાર સુધીમાં H1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતમાં જન્મેલા લોકોને મળ્યો છે. એટલે આ બદલાવનો ફટકો ખાસ કરીને ભારતીય પરિવારોને વધારે લાગશે.

આ પણ વાંચો : Work in Canada : કેનેડામાં નોકરી જતી રહે તો શું કરવું? આ બે વિકલ્પો ડૂબતી નાવને બચાવશે

USCISએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય રીતે, પરિવાર આધારિત, રોજગાર આધારિત અથવા ડાયવર્સિટી વિઝા માટેના અરજદાર બાળકો 21 વર્ષથી નાના અને અપરિણિત હોવા જોઈએ. પરંતુ જો ઈમિગ્રેશન પ્રક્રિયા દરમ્યાન તેઓ 21 વર્ષના થઈ જાય, તો તેઓ માતાપિતાની અરજીના આધારે USમાં ઈમિગ્રેટ થઇ શકશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

H1B visa US immigration policy Indian immigrants
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ