ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:59 PM, 19 September 2025
ADVERTISEMENT
લગભગ દરેક વ્યક્તિ ઈચ્છે છે તેમની કમાણી કરોડોમાં થાય. પણ એના માટે આવક અને યોગ્ય ફાયનાન્શિયલ મેનેજમેન્ટ હોવુ પણ જરુરી છે. એવામાં જે લોકો કોર્પોરેટ કંપનીમાં નોકરી કરે છે અને પોતાની નેટ વર્થને કરોડ રૂપિયા સુધી પહોંચાડવા માંગે છે તેમના માટે અમે એક એવા વ્યક્તિની સક્સેસ સ્ટોરી જણાવીશું જેનાથી તમને પણ ફાયનાન્શિયલ મેનેજમેન્ટમાં મદદ મળશે. આ વ્યક્તિએ માત્ર 9 જ વર્ષમાં પોતાની નેટવર્થ 1 કરોડ રુપિયાથી વધુએ પહોચાડી દીધી છે. જેની જાણકારી તેને રેડિટ પર શેર કરી હતી.
ADVERTISEMENT
તેને રેડિટ પર જણાવ્યુ હતુ કે, આ સિદ્ધી તેને કોઈપણ રિયલ એસ્ટેટ, ESOP અથવા પારિવારીક સંપત્તિ વગર મેળવી છે. શરૂઆતમાં તેનો પગાર 53,000 રુપિયા જ હતો. જેમાં તેને રોકાણ કર્યું અને તેના ખર્ચ પર કંટ્રોલ રાખી તેનો પોર્ટફોલિયો 1.09 કરોડ રુપિયા સુધી પહોચાડી દીધો. બાદમાં તેનો પગાર વધીને 2.5 લાખ રુપિયા થયો હતો. આ વધારો નોકરી બદલવી, પ્રમોશન અને વાર્ષિક પગાર વધારાથી થયો હતો. જે પૈસાથી તેને અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું. આજે તેની પાસે લગભગ 39 લાખ રૂપિયા ડેટમાં અને 70 રૂપિયા ઇક્વિટીમાં છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ, EPF અને PPFનો સમાવેશ થાય છે. આ સિવાય તેની પાસે 15 લાખ રુપિયા રોકડ કે લિક્વિડ ફંડમાં છે. આ 15 લાખ ગમે તે સમયે તેને કામમાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ 9 વર્ષમાંના 7માં વર્ષમાં તેને પહેલીવાર તેની નેટ વર્થની યોગ્ય ગણતરી કરી હતી જે 47 લાખ રૂપિયા હતી. ત્યાર બાદ તેને પોતાનો પોર્ટફોલિયોને રિબેલેન્સ કર્યો અને નિયમિત રીતે તેની સંપત્તિઓને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
આ વ્યક્તિના મતે માર્કેટને સમય આપવો અને વહેલા રોકાણ શરૂ કરવાથી ફાયદો થાય છે. તેને આ માટે બજેટ બનાવવા માટે પણ સ્માર્ટ અભિગમ અપનાવ્યો. જેમાં તેને અચાનક ખર્ચ ઘટાડ્યો નહીં પરંતુ આવતા જતા રૂપિયાનો હિસાબ રાખ્યો. તેનાથી તેને એ સમજવામાં મદદ મળી કે તેના પૈસા ક્યાં જઈ રહ્યા છે.
આ વ્યક્તિ દર મહિને કે ક્વાર્ટરમાં એક્સેલ શીટમાં તેના પોર્ટફોલિયોને અપડેટ કરે છે. આ આદતથી તેને પ્રેરણા મળે છે અને તેના ટાર્ગેટ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ મળે છે. તેનું એવું પણ માનવું છે કે લિક્વિડ ફંડમાં સારું બેલેન્સ હોવું જરૂરી છે. ઘણા લોકો 5 લાખ રૂપિયાથી વધુ લિક્વિડ ફંડમાં રાખવાને સારી બાબત નથી માનતા પરંતુ છતાં આ વ્યક્તિએ લિક્વિડ ફંડમાં 15 લાખ રાખ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વ્યક્તિ ડ્યુઅલ ઈન્કમ સાથે નો કિડ્સવાળી લાઈફસ્ટાઈલ જીવે છે. તેના માતાપિતા આર્થિક રીતે સ્વતંત્ર(સધ્ધર) છે, જેના કારણે તે તેની આવક ઈન્વેસ્ટ અને સેવિંગમાં રોકી શકે છે. તેના ખર્ચ સ્થિર રહેવાથી અને બોનસ ઇક્વિટીમાં રોકાણ કરવાથી તેની નેટવર્થ ઝડપથી વધી હતી. લોકોએ તેની આ સિદ્ધિની પ્રશંસા કરી છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT