બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / ટેરિફની માથાકૂટ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ભારતમાં સોના, ચાંદી, પેટ્રોલના ભાવને થઈ શકે અસર

US Fed Rate Cut / ટેરિફની માથાકૂટ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ભારતમાં સોના, ચાંદી, પેટ્રોલના ભાવને થઈ શકે અસર

Last Updated: 10:29 AM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન ફેડરલ રિઝર્વે તેની બેઠકમાં વ્યાજ દરોમાં 25-બેઝિસ-પોઇન્ટ ઘટાડાની જાહેરાત કરી છે. ફુગાવાના દબાણ વચ્ચે સેન્ટ્રલ બેંકે આ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા, વ્યાજ દર ઘટાડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેમાં ૦.25 પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં હજુ પણ બીજો ઘટાડો થાય તેવા પણ સંતેક છે.  એક્સપર્ટ અનુસાર ફેડરલ રિઝર્વના રેટ કટની સીધી અસર ભારતીય રૂપિયા, પેટ્રોલ અને ડીઝલના ભાવ અને વિદેશી રોકાણ (FII) પર પણ થશે. આ રેટ કટની અસર રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે તો સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર થવાની છે. આ રેટ કટથી ભારતનું કયું ક્ષેત્ર પ્રભાવિત થશે તે જાણવાનો પ્રયાસ કરીએ.

  • ડોલર અને રૂપિયા પર અસર
    એક્સપર્ટ અનુસાર, જ્યારે અમેરિકા વ્યાજ દર ઘટાડે છે  ત્યારે ડોલરની મજબૂતાઈ થોડી ઘટે છે. તેનાથી રૂપિયા જેવી કરન્સીને સીધો ફાયદો થાય છે. મજબૂત રૂપિયો આયાત (તેલ, સોનું અને ઇલેક્ટ્રોનિક્સ) જેવી વસ્તુઓને થોડી  સસ્તી બનાવી શકે છે.
  • ક્રૂડ ઓઈલ અને કોમોડિટીઝ
    વધતા ફુગાવાના કારણે ક્રૂડ ઓઈલ, સોનું, ચાંદી અને અન્ય કોમોડિટીઝના ભાવ વધી શકે છે. ભારત જેવા આયાતકાર દેશો માટે આ ચિંતાનો વિષય બની શકે છે. જો ઓઈલના ભાવ વધે છે તો પેટ્રોલ, ડીઝલ અને પરિવહન ખર્ચમાં વધારો થશે, જે ફુગાવાને વધારી શકે છે.
  • ભારતીય રિઝર્વ બેંકની મૂંઝવણ
    ફેડરલ બેંક રેટ ઘટાડાથી  RBI પર વ્યાજ દર ઘટાડવા માટે દબાણ વધશે. ભારતમાં ફુગાવો (ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓમાં) ઉંચો છે. આથી RBI એ બેલેન્સ બનાવવું પડશે. મતલબ કે, જો RBI રેટ ઘટાડે છે તો તે વિકાસને મદદ મળશે. જો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો ફુગાવો કંટ્રોલમાં રહેશે.
  • સામાન્ય માણસ પર અસર
    જો ઇન્વેસ્ટમેન્ટ ફલો વધે છે તો શેરબજાર પણ વધી શકે છે. રૂપિયો મજબૂત થશે તો આયાતી માલ (મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇંધણ) થોડો સસ્તો બની  શકે છે. જો ઓઈલ અને આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો ચાલુ રહે છે તો પેટ્રોલ અને ડીઝલ હજુ પણ વધુ મોંઘા થઈ શકે છે.
  • 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો
    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%) ઘટાડો કર્યો છે.  જેથી હવે વ્યાજ દર 4% થી 4.25% ની વચ્ચે રહેશે.

વધુ વાંચો : આમ આદમીને રાહત! નવરાત્રિથી અનેક વસ્તુઓ સસ્તી મળશે, સરકારનું નોટિફિકેશન જાહેર

  • યુએસમાં લોન થઈ શકે છે સસ્તી, ફુગાવો ઘટશે
    એક્સપર્ટ અનુસાર વ્યાજ દરમાં ઘટાડાથી અમેરિકામાં ફુગાવો ઘટશે અને લોન સસ્તી થઈ શકે છે. ફેડે ગયા વર્ષે, એટલે કે 2024 માં ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. જેમાં ડિસેમ્બરમાં દરમાં 0.25%, નવેમ્બરમાં 0.50% અને પછી સપ્ટેમ્બરમાં 0.25% ઘટાડો કરાયો હતો.ઉલ્લેખનીય છે કે, યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ નક્કી કરે છે કે,  બેંકો એકબીજાને આપવામાં આવેલી લોન પર કેટલું વ્યાજ વસુલ કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Federal Reserve US Dollar Interest Rates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ