ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટેસ્ટિંગ વખતે સ્પોટ થઇ KTM નું આ શાનદાર બાઈક, જાણો ક્યારે થશે લોન્ચ
Last Updated: 01:34 AM, 20 May 2026
ADVERTISEMENT
તાજેતરમાં આ નવી સીરીઝનું એક પાવરફુલ બાઇક, KTM 490 એડવેન્ચર, વિદેશમાં ટેસ્ટીંગ કરતું જોવા મળ્યું છે. પણ કંપનીએ હજુ સુધી તેના લોન્ચની જાહેરાત કરી નથી. મીડિયા રીપોર્ટ મુજબ આ નવું બાઇક પસંદગીના દેશોમાં વેચાતી જૂની સિંગલ-સિલિન્ડર 690cc રેન્જની જગ્યા લેશે.
ADVERTISEMENT
ઇન્ટરનેટ પર લીક થયેલ તસવીરો સૂચવે છે કે 2027 KTM 490 એડવેન્ચર હજુ પણ તેના શરૂઆતના તબક્કામાં છે. બાઇક સાથે ઘણા ટેસ્ટીંગ ડિવાઈઝ જોડાયેલા જોવા મળ્યા છે. પ્રથમ નજરમાં તેનો લુક ભારતમાં ઉપલબ્ધ લોકપ્રિય 390 એડવેન્ચર જેવો જ દેખાય છે. હેડલાઇટ અને ફ્યુઅલ ટાંકી ડિઝાઇન ખાસ કરીને જૂના બાઇક જેવો જ છે. આ બાઇક એવા રાઇડર્સ માટે શાનદાર હશે જેઓ લાંબા અંતરની મુસાફરીનો આનંદ માણે છે.
ADVERTISEMENT

તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે KTM આ નવા એડવેન્ચર બાઇકને ઓફ-રોડિંગ માટે અતિ મજબૂત બનાવી રહ્યું છે. તેમાં WP ના લાંબા ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળના ભાગમાં લાંબા-પ્રવાસ મોનોશોક સસ્પેન્શન અપાયા છે. મતલબ કે ખાડાઓ પર પણ કોઈ આંચકો નહીં લાગે. સેફટી બ્રેકિંગ માટે આગળ અને પાછળના બંને વ્હીલ્સ WP બ્રેક પેડ્સ સાથે સિંગલ-ડિસ્ક બ્રેક્સથી સજ્જ છે.
ADVERTISEMENT
આ નવા બાઇકની ખાસિયત તેનું નવું પેરેલલ-ટ્વીન એન્જિન છે. હાલનું 390 એડવેન્ચર સિંગલ-સિલિન્ડર એન્જિન સાથે આવે છે, જ્યારે નવી 490 એડવેન્ચરમાં ટ્વીન-સિલિન્ડર એન્જિન હશે. આ એન્જિન લગભગ 60 થી 65 bhp નું જંગી પાવર આઉટપુટ જનરેટ કરે તેવી શક્યતા છે. આ બાઇકમાં રિસેસ્ડને બદલે બહાર નીકળેલું સાયલેન્સર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લીક થયેલી તસવીરોમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ દેખાય છે, જે ખૂબ જ હાઇ-ટેક છે. આ ટેસ્ટ મોડેલ ભારતમાં નહીં પરંતુ વિદેશમાં જોવા મળ્યું હતું. આથી અટકળો ચાલી રહી છે કે કંપની ગ્લોબલ માર્કેટ માટે આ 490cc પ્લેટફોર્મ જાળવી રાખી શકે છે. ભારત માટે ખાસ કરીને નવી સબ-500cc ટ્વીન-સિલિન્ડર સીરીઝ વિકસાવવામાં આવી શકે છે. આ 2027 સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT