ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારીની આ 7 આદતો પેટનો ચૂરો બોલાવી નાખશે! ડોક્ટરે શેર કર્યું લિસ્ટ, ખતરો ઓળખી લેજો

હેલ્થ / સવારીની આ 7 આદતો પેટનો ચૂરો બોલાવી નાખશે! ડોક્ટરે શેર કર્યું લિસ્ટ, ખતરો ઓળખી લેજો

Published By: Nirav Kumar

Last Updated: 01:18 AM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો ચા પીવાના શોખીન છે તેમને ચા સંબંધિત અમુક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. નહીં તો કેન્સર, ફેટી લીવર અને આંતરડા કમજોર થવા સહિતની ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.

ADVERTISEMENT

મોટા ભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે, આ રીતે ચા પીવાથી પેટ અને લીવર બંનેને નુકસાન થઈ શકે છે. આ અંગે ડોક્ટર શું કહે છે?  ચાલો ચા સંબંધિત ભૂલો વિષે જાણીએ જે તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

  • ખાલી પેટે ચા પીવી
     સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવી એ સૌથી મોટી ભૂલ છે. ચામાં રહેલા કેફીન અને ટેનીન પેટના લેયરને ઈરીટેટ કરે છે, જેના કારણે ઉબકા, એસિડિટી, ગેસ અને પેટમાં દુખાવો થઇ શકે છે. જે લાંબા ગાળે એસિડ રિફ્લક્સ અને ગેસ્ટ્રાઇટિસ જેવી સમસ્યાઓ પણ વધારી શકે છે. આથી દિવસની શરૂઆત ચાથી નહીં પરંતુ હૂંફાળા પાણી, પલાળેલા બદામ કે ફળથી કરવી જોઈએ.
  • ખૂબ ગળી ચા પીવી
    ખાંડ વગર ચા અધૂરી છે પરંતુ આ આદત લીવર અને બ્લડ સુગરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. એક કપ દૂધની ચામાં 20-40 ગ્રામ ખાંડ હોય છે. જે ફેટી લીવર, ડાયાબિટીસ અને સમેદસ્વીપણાનું મુખ્ય કારણ છે. જો તમે ચા છોડી શકતા ન હોવ તો તેમાં ખાંડનું પ્રમાણ ઓછું કરો કે ગોળનો ઉપયોગ ઘટાડો.

જુઓ નીચે ડોક્ટરની પોસ્ટ

  • ડિટોક્સ/સ્લિમિંગ ટીનો વધુ ઉપયોગ
    આજકાલ લોકો વજન ઘટાડવાના નામે ડિટોક્સ કે સ્લિમિંગ ટીનો ઉપયોગ વધુ કરી રહ્યા છે, પરંતુ તેમાં લેક્સેટીવની માત્રા વધુ હોય છે, જે ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન અને પેટના લેયરને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી આંતરડા કમજોર પડી શકે છે.
  • ગ્રીન ટી એક્સટ્રેક્ટસનો વધુ ઉપયોગ

ગ્રીન ટી ફાયદાકારક છે પરંતુ તેના સપ્લિમેન્ટ્સ કે એક્સટ્રેક્ટસનો વધુ પડતો ઉપયોગ લીવર માટે હાનિકારક સાબિત થાય છે. તાજી ઉકાળેલી ગ્રીન ટી સૌથી સુરક્ષિત ઓપ્શન છે. કેમ કે અમુક કિસ્સામાં સપ્લિમેન્ટ્સના લીધે લીવરમાં ટોક્સીસિટી જોવા મળે છે. આથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

vtv app promotion
  • ખૂબ ગરમ ચા પીવી
    ઘણા લોકો ખુબ ગરમ ચા પીવાનું પસંદ કરે છે પરંતુ 65°C થી વધુ તાપમાને વારંવાર ચા પીવાથી ઇસોફેગલ કેન્સરનું જોખમ વધી શકે છે. ગરમ ચા ગળા અને અન્નનળીના કોષોને નુકસાન પહોંચાડે છે તેથી થોડી ઠંડી થયા બાદ ચા પીવી જોઈએ.
  • બોબા/બબલ ટીનો ઓવરલોડ
    યુવાનોમાં બબલ ટી એક ટ્રેન્ડ બન્યો છે, પરંતુ તેમાં રહેલી સુગર અને સ્ટાર્ચયુક્ત પર્લ્સ ઘણી કેલરી વધારે છે. જે ફેટી લીવર, ઇન્સ્યુલિન રજિસ્ટન્સ અને વજનમાં વધારાની સમસ્યા વધારે છે. આ ડ્રિંક અમુકવાર જ પીવા જોઈએ તેને આદત ન બનાવી જોઈએ.

વધુ વાંચો : રાતે ઊંઘ ન આવતી હોય તો આ બીમારીનો સંકેત, તરત કરાવજો સારવાર નહીંતર જીવ પર જોખમ

  • મોડી રાત્રે ચા કે ગ્રીન ટી પીવી
    જો તમે મોડી રાત્રે કામ કરતી વખતે ચા પીતા હો તો આ આદત તમારી ઊંઘ અને લીવર બંને માટે હાનિકારક સાબિત થઇ શકે છે. કેફીન શરીરમાં ઘણા કલાકો સુધી એક્ટીવ રહે છે, જેના કારણે ઊંઘ નથી આવતી અને લીવરને રીકવરીનો સમય નથી મળતો. જે હોર્મોનલ અને મેટાબોલિક ડિસઓર્ડર તરફ દોરી શકે છે.

(DISCLAIMER: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fatty Liver Tea Empty Stomach

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ