ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Tauktae Cyclone is 250 kilometer far from gujarat heavy rain fall forecast in saurashtra

આગાહી / ગુજરાતથી કેટલું દૂર છે તૌકતે ચક્રવાત? કાલે વહેલી સવારે આ જિલ્લાઓમાંથી પસાર થાય તેવી આશંકા

Published By: Parth

Last Updated: 08:39 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંકટની વચ્ચે હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે તથા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે'
  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
  • પોરબંદર, અમરેલી, મહુવાથી પસાર થશે વાવાઝોડું

દક્ષિણ ભારતમાં પડ્યો ભારે વરસાદ 

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. ગઇકાલે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ હવે વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે'

સોમવાર સવારની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયામાં 250થી 300 કિમી દૂર છે અને આજે સાંજથી જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શરૂઆત થઈ જાય તેવી આશંકા છે અને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના જિલ્લાઓમાં પસાર થશે. જેમાં પોરબંદર, અમરેલી તથા મહુવાથી આ વાવાઝોડું પસાર થતાં ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે. 

વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે. સાથે આખા ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae Live Cyclone Tauktae news in gujarati Tauktae Cyclone GUJARAT તૌકતે tauktae Cyclone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ