ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવા કલર સાથે Suzuki Gixxerની એન્ટ્રી, હવે Apache અને Pulsarને આપશે ટક્કર; જાણો શું થયું નવું!
5 ફોટો ગેલેરી
Last Updated: 04:38 PM, 8 September 2026
1/5
Suzuki મોટરસાઇકલ ઇન્ડિયાએ તેની ફેમસ જિક્સર સીરીઝને નવા રંગો સાથે અપડેટ કર્યું છે. હવે Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 અને Gixxer SF 250 FFV મોડલ્સમાં નવા કલર ઓપ્શન ઉમેરવામાં આવ્યા છે. જેમાં એન્જિન, ચેસિસ કે ફીચર્સમાં કોઈ ફેરફાર નથી થય. માત્ર પેઇન્ટ સ્કીમ અને ગ્રાફિક્સને વધુ આકર્ષક બનાવવામાં આવ્યા છે.
2/5
155 CCની Gixxer અને Gixxer SF માં હવે મેટાલિક ઊર્ટ ગ્રે અને પર્લ બ્લેઝ ઓરેન્જ જેવા નવા ડ્યુઅલ-ટોન કલર મળી રહ્યા છે. પહેલાંના બ્લુ-બ્લેક કે બ્લેક-ગ્રે કોમ્બિનેશનની સરખામણીએ આ નવા કલર બાઇકને વધુ સ્ટાઇલિશ બનાવે છે. aked Gixxerની કિંમત 1,37,221 થી શરૂ થાય છે, જ્યારે ફુલ-ફેર્ડ Gixxer SF 1,40,729 થી ઉપલબ્ધ છે. આ બંનેમાં 155 CCનું એન્જિન 13 હોર્સપાવર અને 13.8 એનએમ ટોર્ક આપે છે, સાથે રાઇડ કનેક્ટ, એલઈડી લાઇટ્સ, ડિસ્ક બ્રેક અને સિંગલ-ચેનલ એબીએસ જેવા ફીચર્સ જાળવી રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
3/5
250 CCની રેન્જમાં પણ નવા કલર આવ્યા છે. Gixxer 250 નેકેડ સ્ટ્રીટફાઇટર છે, જેની કિંમત 1,84,517 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે Gixxer SF 250 ફુલ ફેરિંગ સાથે વધુ સ્પોર્ટી લુક આપે છે અને 192,768 રૂપિયાથી મળે છે. બંનેમાં 250 CCનું એન્જિન સુઝુકીના ઓઇલ કૂલિંગ સિસ્ટમ સાથે 26.5 પીએસ પાવર અને 22.2 એનએમ ટોર્ક આપે છે.
4/5
ADVERTISEMENT
5/5
સુઝુકીએ ઓગસ્ટ 2026માં કુલ 1,31,429 બાઇક અને સ્કૂટર વેચીને વેચાણમાં વધારો નોંધાવ્યો છે. આ નવા કલર ઓપ્શન સાથે જિક્સર રેન્જ હવે TVS Apache અને Bajaj Pulsar જેવા ફેમસ બાઇક્સ સામે વધુ તીવ્ર સ્પર્ધા કરવા તૈયાર છે. ગ્રાહકોને હવે વધુ કલરની પસંદગી મળશે. જે બાઇકની આકર્ષણ ક્ષમતા વધારી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ