ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 18 Pro Maxથી ફોલ્ડેબલ iPhone સુધી, ભારતમાં કેટલો પડશે ભાવ? લોન્ચ પહેલાં સામે આવી કિંમતને લઈ મોટી અપડેટ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:55 PM, 8 September 2026
1/5
એપલ ટૂંક સમયમાં iPhone 18 Pro Max ની સાથે પોતાનો પહેલો ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરી શકે છે. મેમરી પાર્ટ્સના વધતા ભાવના કારણે ભારતમાં iPhone 18 Pro Max ની કિંમત Rs 1.55 લાખથી શરૂ થવાની અને ફોલ્ડેબલ આઈફોનની કિંમત Rs 2 લાખથી વધુ રહેવાની સંભાવના છે.
2/5
તમામ ટેક લવર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે એપલના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન્સ અંગે મોટી વિગતો સામે આવી રહી છે. એપલ તેના સ્પેશિયલ ઈવેન્ટમાં iPhone 18 Pro સિરીઝની સાથે પોતાનો પ્રથમ ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરી શકે છે, જેને 'iPhone Ultra' નામ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. લોન્ચિંગ પહેલાં જ ગ્લોબલ માર્કેટ સહિત ભારતમાં આ પ્રીમિયમ ફોન્સની કિંમતો અંગેના મહત્ત્વના લીક્સ અને અંદાજો બહાર આવ્યા છે.
ADVERTISEMENT
3/5
ભારતમાં અગાઉના iPhone 17 Pro Max ની શરૂઆતી કિંમત Rs 1,49,900 હતી. પરંતુ વૈશ્વિક સ્તરે મેમરી ચિપ્સની અછત અને વધતા પ્રોડક્શન કોસ્ટના કારણે નવા iPhone 18 Pro Max (256 GB) ની પ્રારંભિક કિંમત Rs 1,54,900 થી Rs 1,59,900 વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે ઉચ્ચ સ્ટોરેજ વેરિઅન્ટ્સની કિંમત Rs 1,80,000 સુધી પહોંચી શકે છે. કેટલાક ટેક એનાલિસ્ટ્સના મતે જુદા જુદા વેરિઅન્ટ્સમાં Rs 20,000 સુધીનો ભાવવધારો જોવા મળી શકે છે.
4/5
અમેરિકા અને બ્રિટનમાં પણ નવી સિરીઝના ભાવ વધવાની ધારણા છે. બ્લૂમબર્ગના અહેવાલો મુજબ, યુએસમાં કિંમતમાં $100 સુધીનો અને યુકેમાં £100 સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે UAE માર્કેટમાં નવા પ્રો મેક્સ મોડેલની કિંમત 5,135 AED થી લઈને 6,399 AED સુધી જવાની શક્યતા સેવાઈ રહી છે.
ADVERTISEMENT
5/5
એપલના પ્રથમ ફોલ્ડેબલ આઈફોન (iPhone Ultra) ની વૈશ્વિક કિંમત $1,999 થી $2,099 આસપાસ હોવાનું મનાય છે. ભારતીય ચલણ મુજબ આ ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત Rs 2,00,000 થી Rs 2,50,000 ના બજેટ સેગમેન્ટમાં હોઈ શકે છે. જો આ કિંમતો સાચી ઠરે તો એપલનો ફોલ્ડેબલ આઈફોન બજારમાં હાલ ઉપલબ્ધ Google Pixel 11 Pro Fold (Rs 1,86,999) અને Samsung Galaxy Z Fold 8 (Rs 1,79,999) કરતા વધુ મોંઘો સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ