ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPF નો આ સાદો ફોર્મ્યુલા તમને બનાવશે કરોડપતિ, જાણો રૂ. 10 લાખનું ફંડ ક્યારે બનશે 1 કરોડ!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / EPF નો આ સાદો ફોર્મ્યુલા તમને બનાવશે કરોડપતિ, જાણો રૂ. 10 લાખનું ફંડ ક્યારે બનશે 1 કરોડ!

Last Updated: 05:43 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPF એકાઉન્ટમાં જમા રૂ. 10 લાખની રકમ 8.25 ટકાના વાર્ષિક વ્યાજદર અને કમ્પાઉન્ડિંગની મદદથી 30 વર્ષમાં વધીને રૂ. 1.10 કરોડ બની શકે છે.

1/5

photoStories-logo

1. EPF નો આ સાદો ફોર્મ્યુલા તમને બનાવશે કરોડપતિ, જાણો રૂ. 10 લાખનું ફંડ ક્યારે બનશે 1 કરોડ!

નોકરીયાત વર્ગ માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) એ માત્ર નિવૃત્તિ સમયની બચતનું સાધન નથી, પરંતુ યોગ્ય આયોજન કરવામાં આવે તો તે તમને કરોડપતિ પણ બનાવી શકે છે. દર મહિને પગારમાંથી કપાતી નાની રકમ પી.એફ. એકાઉન્ટમાં જમા થઈને મોટું ભંડોળ તૈયાર કરે છે. ખાસ કરીને સરકાર દ્વારા અપાતું સુરક્ષિત અને ઊંચું વ્યાજ તેમજ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) ની શક્તિ તેને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કમ્પાઉન્ડિંગ ઈન્ટરેસ્ટની શક્તિથી નાણાં ઝડપથી વધશે

નિષ્ણાતોના મતે, જો તમારા EPF એકાઉન્ટમાં રૂ. 10 લાખનું ફંડ જમા થઈ ચૂક્યું છે અને તમે ઈમરજન્સી સિવાય તેને ઉપાડતા નથી, તો આ રકમ ભવિષ્યમાં રૂ. 1 કરોડથી વધુ થઈ શકે છે. EPF માં માત્ર મૂળ રકમ પર જ નહીં, પરંતુ દર વર્ષે ઉમેરાતા વ્યાજ પર પણ વ્યાજ મળે છે. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ કમ્પાઉન્ડિંગની અસરથી વ્યાજનો આંકડો મૂળ રકમ કરતા પણ ઘણો મોટો થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 10 લાખ રૂપિયા ક્યારે બનશે 1 કરોડ? જુઓ ગણતરી

હાલમાં સરકાર EPF પર વાર્ષિક 8.25 ટકાનો વ્યાજદર આપી રહી છે. જો આ જ વ્યાજદર જળવાઈ રહે અને તમે રૂ. 10 લાખના ફંડને અડ્યા વગર જમા રાખો, તો 10 વર્ષ પછી: આ રકમ વધીને આશરે રૂ. 22 લાખ થશે. 20 વર્ષ પછી: ફંડ વધીને રૂ. 48 લાખ થઈ જશે. 25 વર્ષ પછી: આ રકમ રૂ. 74 લાખ સુધી પહોંચશે. 30 વર્ષ પછી: કમ્પાઉન્ડિંગની કમાલથી રૂ. 10 લાખનું ફંડ વધીને રૂ. 1.10 કરોડ થઈ જશે. જો તમે સતત નોકરી ચાલુ રાખો છો અને દર મહિને નવું યોગદાન પણ ઉમેરાતું રહે છે, તો આ 1 કરોડ રૂપિયાનું ટાર્ગેટ 30 વર્ષ કરતા પણ ઘણા ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નાની જરૂરિયાતો માટે EPF માંથી ઉપાડ ન કરવાની સલાહ

નાણાકીય નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે નાના-મોટા ખર્ચાઓ માટે EPF એકાઉન્ટમાંથી પૈસા ન ઉપાડવા જોઈએ. EPF એ સૌથી સુરક્ષિત અને ગેરંટીડ રિટર્ન આપતી યોજના છે. વચગાળામાં પૈસા ઉપાડવાથી ભવિષ્યમાં બનનારું મોટું વેલ્થ ફંડ તૂટી જાય છે અને કમ્પાઉન્ડિંગનો લાભ મળતો બંધ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. UPI અને ATMથી 75% સુધી PF વિડ્રોઅલ

નિયમો અનુસાર સભ્યો પોતાના EPF બેલેન્સમાંથી 50%થી 75 % સુધીનો હિસ્સો UPI કે UPI-સક્ષમ ATM મારફતે કાઢી શકશે. તેઓ પોતાના ખાતામાં ટ્રાન્સફર યોગ્ય રકમ જોઈ શકશે અને UPI PIN થી સુરક્ષિત રીતે પૈસા મોકલી શકશે. બાદમાં તે પૈસા ડિજિટલી ખર્ચ કરી શકાય અથવા ATMથી કેશ કાઢી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PersonalFinance EPF EmployeeProvidentFund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ