ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 6G નેટવર્કની રેસમાં ભારતનું મોટું પગલું, ભારત-અમેરિકા સહિત 25 દેશો એકસાથે
5 ફોટો ગેલેરી
Last Updated: 07:17 PM, 8 September 2026
1/5
2/5
મિયામીમાં યોજાયેલા G20 શિખર સંમેલન દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ અને અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિક વચ્ચે આ અંગે મહત્વની વાતચીત થઈ હતી. જેમાં અમેરિકાના કોમર્સ વિભાગે જાહેરાત કરી છે કે ભારત, અમેરિકા અને બીજા 24 દેશો સાથે મળીને 6G નેટવર્કને સેફ, સ્પર્ધાત્મક અને ઇનોવેશનથી ભરપૂર બનાવવાનું કામ કરશે.
ADVERTISEMENT
3/5
આ પાર્ટનરશીપનો મુખ્ય હેતુ એ છે કે આગામી પેઢીની ઇન્ટરનેટ ટેક્નોલોજી સાયબર સુરક્ષાનું ધ્યાન રાખે, દેશોને બિઝનેસ અને ટેક્નોલોજીમાં આગળ રાખે અને નવા ઇનોવેશનને પ્રોત્સાહન આપે. ભારત આ વર્ષના જુલાઈમાં જ અમેરિકાની ટેલિકોમ એજન્સી NTIA દ્વારા શરૂ કરાયેલી ‘6G લીડરશિપ અને સિક્યોરિટી’ પહેલમાં જોડાયું હતું. આ સહકાર અંતર્ગત આવનારા 12 મહિના સુધી તમામ દેશો મળીને એક સેફ, ઓપન અને વિશ્વસનીય 6G નેટવર્ક માળખું તૈયાર કરશે.
4/5
ADVERTISEMENT
5/5
આ સાથે જ ભારત પોતાના ‘ભારત 6G મિશન’ હેઠળ વૈશ્વિક કેન્દ્ર બનવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં દેશનો લક્ષ્ય માત્ર 6Gનો ઉપયોગ કરવાનો નહીં પણ તેના નવા પેટન્ટ, ડિવાઈઝ અને સસ્તા ટેલિકોમ પ્રોડક્ટ્સ બનાવીને વિશ્વભરમાં નિકાસ કરવાનો પણ છે. આ પગલું ભારતને 6Gના ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા અપાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ