બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સ્ટડીમાં થયો ખુલાસો- આ નાનકડા અંગના લીધે લાંબી હોય છે તમારી ઉંમર
Last Updated: 03:13 AM, 7 April 2026
તાજેતરમાં એક નવી સ્ટડીમાં એક બાબત સામે આવી છે કે, તમારી છાતીમાં રહેલું નાનું અંગ તમારા લાંબા આયુષ્ય અને ગંભીર બીમારીના જોખમને સૂચવી શકે છે? વૈજ્ઞાનિક જર્નલ નેચરમાં પ્રકાશિત આ સંશોધન મુજબ થાઇમસ આપણી રોગપ્રતિકારક શક્તિ અને લાંબા ગાળાના સ્વાસ્થ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ટડી મુજબ થાઇમસનું સ્વાસ્થ્ય હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓના જોખમ સાથે સીધું જોડાયેલું હોઈ શકે છે. વૈજ્ઞાનિકો મુજબ આ અંગ હવે માત્ર એક સરળ ગ્રંથિ નથી પરંતુ વૃદ્ધત્વ અને રોગના જોખમને કંટ્રોલ કરવામાં એક મહત્વનું પરિબળ તરીકે ઉભરી રહ્યું છે.
ADVERTISEMENT
થાઇમસ એક નાની, બે ભાગવાળી ગ્રંથિ છે જે ફેફસાં વચ્ચે છાતીના ઉપરના ભાગમાં આવેલી હોય છે. તેનું પ્રાથમિક કાર્ય ટી-લિમ્ફોસાઇટ્સ નામના શ્વેત રક્તકણો ઉત્પન્ન કરવાનું છે, જે શરીરને ઇન્ફેકશન અને રોગથી રક્ષણ આપે છે. આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ AIની મદદથી 27,000 થી વધુ દર્દીઓના સ્કેન અને તબીબી રેકોર્ડનું વિશ્લેષણ કર્યું હતુ. એનાથી તેઓએ થાઇમસના સ્વાસ્થ્ય અને દર્દીઓના રોગના જોખમ વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સ્ટડીના પરિણામોમાં જાણવા મળ્યું કે, સ્વસ્થ થાઇમસ ધરાવતા લોકોમાં મૃત્યુદર આશરે 13.4 ટકા હતો, જ્યારે કમજોર થાઇમસ ધરાવતા લોકોમાં 25.5 ટકાનો વધારો થયો હતો. આ સિવાય કમજોર થાઇમસ ધરાવતા લોકોને ફેફસાના કેન્સરનું જોખમ 5.3 ટકા અને હૃદય રોગનું જોખમ 16.7 ટકા વધ્યું હતું. આ સ્ટડી એ પણ દર્શાવે છે કે ઉંમર સાથે થાઇમસ ધીમે ધીમે સંકોચાય છે અને ફેટી પેશીઓ દ્વારા રિપ્લેસ થાય છે. આ ફેરફાર શરીરની રોગપ્રતિકારક શક્તિને કમજોર બનાવી શકે છે.
ADVERTISEMENT
આ સ્ટડીને વધુ મજબૂત બનાવવા માટે વૈજ્ઞાનિકોએ બે મોટા સ્ટડીમાંથી ડેટાનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં ફ્રેમિંગહામ હાર્ટ સ્ટડી અને નેશનલ લંગ સ્ક્રીનીંગ ટ્રાયલનો સમાવેશ થાય છે. આ સ્ટડીમાં AI-બેસ્ડ ડીપ લર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને થાઇમસની સ્થિતિનું વધુ સચોટ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સ્ટડીના સંશોધકો મુજબ પરંપરાગત થાઇમસ પરીક્ષણ રીત એટલી સચોટ નથી આથી AI ટેકનોલોજીએ આ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ મોડેલ વિવિધ ડેટા સેટમાં સતત સચોટ પરિણામો આપે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.