બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / stock market update share market sensex nifty update on 14th october

જમાવટ / કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 'માર્કેટ મોજમાં', સેન્સેક્સ 900 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો, રોકાણકારો ગેલમાં

Published By: Kavan

Last Updated: 09:54 AM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો પાછળ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

  • વૈશ્વિક બજારના સકારાત્મક
  • લીલા નિશાન પર ખૂલ્યા બંને સૂચકાંક 
  • સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઉછાળો 

શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં બંને મુખ્ય સૂચકાંકો લીલા નિશાન સાથે ખુલ્યા હતા. 30 શેરવાળો સેન્સેક્સ 927.41 અંક વધીને 58,162.74 પર ખુલ્યો. આ સિવાય 50 શેરવાળા નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને તે 308 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 17,322.30 ના સ્તરે ખુલ્યો હતો. આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ ઝડપથી આગળ વધી રહી છે.

નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ 

બજારની શરૂઆતની તેજી ચાલુ છે, સવારે લગભગ 9.20 વાગ્યે, તે 1000થી વધુ પોઈન્ટના વધારા સાથે 58,276.15 પોઈન્ટના સ્તરે પહોંચી ગયું હતું. આ દરમિયાન સેન્સેક્સના તમામ 30 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ઈન્ફોસિસના શેરમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તરફ સનફોર્મામાં સૌથી ઓછો અડધા ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં INFOSYS, ICICI બેન્ક, SBI LIFE, HCL TECH અને SBI સામેલ છે.

ગુરુવારે શેરબજારની સ્થિતિ

અગાઉ ગુરુવારે શેરબજારમાં વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું હતું અને બંને મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનના અંતે 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 390.58 પોઈન્ટના ઘટાડા સાથે 57,235.33 પોઈન્ટ પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 109.25 પોઈન્ટ ઘટીને 17,014.35 પર બંધ થયો હતો. વિપ્રો સેન્સેક્સના શેરમાં સૌથી વધુ 7.03 ટકા તૂટ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

good start stock market વૈશ્વિક બજાર શેર બજાર Stock market news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ