ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / વિરાટ કોહલીના ફેન્સે તો હદ વટાવી! ટ્રેવિસ હેડની વાઇફ સાથે કર્યું એવું ગેરવર્તન કે મામલો બિચક્યો

સ્પોર્ટ્સ / વિરાટ કોહલીના ફેન્સે તો હદ વટાવી! ટ્રેવિસ હેડની વાઇફ સાથે કર્યું એવું ગેરવર્તન કે મામલો બિચક્યો

Published By: Priykant Shrimali

Last Updated: 07:56 AM, 26 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 : સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હાર મળ્યા બાદ આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

IPL 2026 : IPL 2026ની 67મી મેચ બાદ ક્રિકેટ જગતમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર થયેલી ગરમાગરમ બોલાચાલી હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હાર મળ્યા બાદ આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં મેચ દરમિયાન ટ્રેવિસ હેડ 26 રન બનાવી આઉટ થયો ત્યારે વિરાટ કોહલીનો આક્રમક ઉજવણીનો અંદાજ કેમેરામાં કેદ થયો હતો. ત્યારબાદ જ્યારે કોહલી બેટિંગ કરવા આવ્યો ત્યારે હેડે તેને આક્રમક રમત રમવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં કોહલીએ પણ હેડ તરફ ઈશારો કરીને પ્રતિસાદ આપ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ ક્ષણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ અને ચાહકોમાં ભારે ચર્ચા જગાવી ગઈ.

વિવાદ અહીં અટક્યો નહોતો. મેચ પૂર્ણ થયા પછી જ્યારે ટ્રેવિસ હેડે મિત્રતાપૂર્વક વિરાટ કોહલી સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કોહલીએ તેને અવગણ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો. આ ઘટનાએ બંને ખેલાડીઓના ચાહકો વચ્ચે ઓનલાઈન યુદ્ધ જેવો માહોલ ઉભો કરી દીધો.

આ પણ વાંચો : "હું T20માં 200 રન બનાવીશ..." વૈભવ સૂર્યવંશીએ કરી નાખ્યું મોટા ડ્રીમનું એલાન

શું કહ્યું ટ્રેવિસ હેડની પત્નીએ ?

આ સમગ્ર મામલે હવે ટ્રેવિસ હેડની પત્ની Jessica Daviesનું નિવેદન ચર્ચામાં છે. જેસિકા ડેવિસે ખુલાસો કર્યો કે મેચ બાદ સોશિયલ મીડિયા પર તેમને અને તેમના પરિવારજનોને ભારે ટ્રોલિંગ અને નફરતભર્યા સંદેશાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર કેટલાક યુઝર્સે વ્યક્તિગત ટિપ્પણીઓ કરીને મર્યાદા પણ વટાવી દીધી હતી.

જેસિકાએ જણાવ્યું કે આ પહેલીવાર નથી જ્યારે તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય. 2023ના વર્લ્ડ કપ દરમિયાન પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યા બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું હતું. ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને બોક્સિંગ ડે ટેસ્ટ બાદ પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Travis Head Jessica Davies Virat Kohli

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ