ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / "હું T20માં 200 રન બનાવીશ..." વૈભવ સૂર્યવંશીએ કરી નાખ્યું મોટા ડ્રીમનું એલાન
Last Updated: 11:22 PM, 25 May 2026
ADVERTISEMENT
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી તહેલકો મચાવનાર વૈભવ સૂર્યવંશી હવે પોતાના નિવેદનને કારણે સમાચારમાં આવ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે આ યુવા બેટ્સમેને એક એવો દાવો કર્યો છે જેને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સાથેની વાતચીતમાં વૈભવે કહ્યું કે તે માત્ર ફિફ્ટી કે સદી ફટકારીને સંતોષ નથી મળતો તેનું સાચું સ્વપ્ન T20 ક્રિકેટમાં 200 રન બનાવવાનું છે.
ADVERTISEMENT
🚨 Vaibhav Suryavanshi’s Huge Statement
— Sonu (@Cricket_live247) May 25, 2026
Vaibhav Suryavanshi said, “My dream is to score 200 in T20 cricket. I want to break Chris Gayle’s record of 175 runs. The day I bat for all 20 overs in a T20 match, I will score 200. I have complete confidence in myself. I am not that… pic.twitter.com/3KpOQ9wG6I
જ્યારે કેવિન પીટરસને પૂછ્યું કે શું તેને ફિફ્ટીની સેલિબ્રેશન કરવામાં મજા આવે છે, ત્યારે વૈભવ સૂર્યવંશીએ ખચકાટ વગર જવાબ આપ્યો કે"ના, એટલું નહીં." પછી તેનેપોતાની સૌથી મોટી મહત્વાકાંક્ષા જાહેર કરી હતી. વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે, હું T20 માં 200 રન બનાવવા માંગુ છું. હું તેનો (ગેઇલનો) રેકોર્ડ તોડવા માંગુ છું."
ADVERTISEMENT

વૈભવ સૂર્યવંશી ક્રિસ ગેઇલના 175 રનના રેકોર્ડનો ઉલ્લેખ કરી રહ્યો હતો. IPL 2013 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતા ગેલે પુણે વોરિયર્સ ઇન્ડિયા (PWI) સામે અણનમ 175 રન બનાવ્યા હતા, જે હજુ પણ T20 ઇતિહાસમાં સૌથી વધુ પર્સનલ સ્કોર છે. જેમાં વૈભવ સૂર્યવંશીને વિશ્વાસ છે કે તે આ રેકોર્ડ તોડી શકે છે. તેને કહ્યું કે "જો હું મેચમાં 20 ઓવર બેટિંગ કરું તો હું 175 રનનો રેકોર્ડ તોડી શકું છું," વૈભવે આ સિવાય એમ પણ કહ્યું કે તેને નર્વસ નેઈન્ટીઝનું કોઈ પ્રેશર નથી લાગતું. તેને કહ્યું કે "હું મારી નેચરલ ગેમ રમું છું"
ADVERTISEMENT
વૈભવનો આ કોન્ફીડંસ માત્ર શબ્દો સુધી લીમીટેડ નથી. તેણે પહેલાથી જ ઘણી મોટી ઇનિંગ્સથી બધાને ઈમ્પ્રેશ કર્યા છે. આ વર્ષે તેને અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં રેકોર્ડબ્રેક 175 રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફી 2025-26 માં બિહાર વતી રમતી વખતે તેને 190 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
આ સિવાય વૈભવે કહ્યું હતું કે, "મેં મારા રાજ્ય માટે એક ડોમેસ્ટિક મેચમાં 50 ઓવર બેટિંગ કરી અને 335 રન બનાવીને અણનમ રહ્યો હતો." માત્ર 15 વર્ષની ઉંમરે આટલો આત્મવિશ્વાસ અને આક્રમક બેટિંગ સ્ટાઈલ વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટનો આગામી મોટો સુપરસ્ટાર બનાવશે તેની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT