ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / જો વરસાદના લીધે ક્વોલિફાયર 1 રદ થાય તો કઈ ટીમ પહોંચશે ફાઇનલમાં? જાણો નિયમ

IPL 2026 / જો વરસાદના લીધે ક્વોલિફાયર 1 રદ થાય તો કઈ ટીમ પહોંચશે ફાઇનલમાં? જાણો નિયમ

Published By: Nirav Kumar

Last Updated: 09:59 PM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 મે 2026ના રોજ IPLની ક્વોલિફાયર 1 મેચ GT અને RCB વચ્ચે ધર્મશાલામાં રમાશે. અહીંયા વરસાદની શક્યતા ઓછી છે તેમ છતાં જો આ મેચ વરસાદના લીધે ધોવાઇ જાય તો કઈ ટીમ ફાઇનલમાં જશે તે આપણે જાણીશું.

ADVERTISEMENT

IPL 2026 પ્લેઓફ હવે નજીક આવી ગઈ છે. 26 મે મંગળવારના રોજ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 મેચ રમાશે. જેમાં ટોસ IST ના રોજ સાંજે 7:00 વાગ્યે થશે, જેમાં મેચ 7:30 વાગ્યે શરુ થશે. IPL ક્વોલિફાયર 1 મેચ ધર્મશાલામાં યોજાવાની છે.

આ મેચ દરમિયાન ધર્મશાલામાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા છે જેમાં વરસાદની શક્યતા ઓછી છે. પણ હવામાન ક્યારે બદલાય તે આગાહી કરવી મુશ્કેલ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ધર્મશાલામાં હવામાન બગડે અને વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો શું થાય? કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે? ચાલો તેના નિયમ વિષે જાણીએ.

VTV DIGITAL
  • IPL પ્લેઓફના નિયમો

જો ફાઇનલ, એલિમિનેટર, ક્વોલિફાયર 1 કે ક્વોલિફાયર 2 મેચ ટાઇ થાય કે વરસાદથી ધોવાઇ જાય તો વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર રમાશે. જો પહેલી સુપર ઓવર પણ ટાઇ થાય અને પરિણામ ન આવે ત્યાં સુધી જરૂર પડ્યે બીજી સુપર ઓવર રમાશે.

જોજો વરસાદ, ખરાબ હવામાન કે બીજા કોઈ કારણોસર સુપર ઓવર શક્ય ન બને તો લીગ સ્ટેજ પોઈન્ટ ટેબલ નિર્ણાયક પરિબળ રહેશે. આવી સ્થિતિમાં લીગ સ્ટેજમાં બીજી ટીમ કરતા ઉપર સ્થાન મેળવનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે, જો વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલમાં પહોંચશે કેમ કે તેઓ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર 2 રમવું પડશે.

વધુ વાંચો :IPLમાં પ્લેઓફનું ચિત્ર સ્પસ્ટ, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની, બે મોટી ટીમ બહાર

  • રિઝર્વ ડે સ્ટેટસ

BCCI એ IPL 2026 માં પ્લેઓફ મેચો માટે રિઝર્વ ડે નથી રાખ્યો. પણ ભૂતકાળમાં ફાઇનલ માટે રિઝર્વ ડે રખાયો હતા. જેમાં પાછલી સીઝનમાં એલિમિનેટર, ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2 માટે આવી કોઈ જોગવાઈ નહતી. મતલબ કે IPL પ્લેઓફમાં નોકઆઉટ મેચ જીતવી એ એકમાત્ર મુખ્ય પરિબળ નથી પરંતુ લીગ સ્ટેજમાં મજબૂત પર્ફોમન્સ પણ એટલું જ જરૂરી છે. આથી જ ટોપ-2 ફિનિશ અને બેસ્ટ નેટ રન રેટ માટેની સ્પર્ધા ખૂબ જ મહત્વની મનાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Playoffs Match Qualifier Match

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ