ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPLમાં પ્લેઓફનું ચિત્ર સ્પસ્ટ, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની, બે મોટી ટીમ બહાર

ક્રિકેટ / IPLમાં પ્લેઓફનું ચિત્ર સ્પસ્ટ, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની, બે મોટી ટીમ બહાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:38 PM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026: ચાલુ આઇપીએલ સીઝન માટે પ્લેઓફનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું

ADVERTISEMENT

IPL 2026: ચાલુ આઇપીએલ સીઝન માટે પ્લેઓફનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું, જ્યારે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના સપના ચકનાચૂર થઈ ગયા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. રવિવારે (24 મે) ના રાજસ્થાન રોયલ્સે તેમની છેલ્લી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 30 રનથી હરાવ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ માટે 206 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેનો તેઓ સફળતાપૂર્વક પીછો કરવામાં નિષ્ફળ ગયા. રાજસ્થાન રોયલ્સની જીત સાથે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા હતા. પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ સ્થાને, ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને રહ્યું.

આઇપીએલ 2026 નો ક્વોલિફાયર 1 હવે 26 મે મંગળવારના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારો છે. તે મેચનો વિજેતા સીધો ફાઇનલમાં પહોંચશે. ક્વોલિફાયર 1 માં હારનાર ટીમને બીજી તક મળશે અને ક્વોલિફાયર 2 માં રમશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની એલિમિનેટર મેચ જીતનાર ટીમ પછી ક્વોલિફાયર 2 માં જશે. ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમ ફાઇનલમાં ક્વોલિફાયર 1 ના વિજેતા સામે ટકરાશે.

ક્વોલિફાયર 1 મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. એલિમિનેટર અને ક્વોલિફાયર 2 મેચ અનુક્રમે બુધવાર, 27 મે અને શુક્રવાર 29 મે ના નવા ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ફાઇનલ મેચ 31 મે ના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ સ્પોર્ટસ / રોહિત શર્માની ફિટનેસને લઇ ડખા... મુંબઈ ઇન્ડિયન્સે ગણાવ્યો ફિટ, BCCI ને હજુ પણ ચિંતા

પ્લેઓફ મેચ શેડ્યૂલ

ક્વોલિફાયર 1: 26 મે - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ધર્મશાલા

એલિમિનેટર: 27 મે - સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ન્યુ ચંદીગઢ

ક્વોલિફાયર 2: 29 મે - ક્વોલિફાયર 1 ના વિજેતા વિરુદ્ધ એલિમિનેટરના વિજેતા, ન્યુ ચંદીગઢ

ફાઇનલ: 31 મે - ક્વોલિફાયર 1 ના વિજેતા વિરુદ્ધ ક્વોલિફાયર 2 ના વિજેતા, અમદાવાદ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Rajasthan Royals Punjab Kings

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ