ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / રોહિત શર્માની ફિટનેસને લઇ ડખા... મુંબઈ ઇન્ડિયન્સે ગણાવ્યો ફિટ, BCCI ને હજુ પણ ચિંતા

સ્પોર્ટસ / રોહિત શર્માની ફિટનેસને લઇ ડખા... મુંબઈ ઇન્ડિયન્સે ગણાવ્યો ફિટ, BCCI ને હજુ પણ ચિંતા

Published By: Nirav Kumar

Last Updated: 11:17 PM, 23 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માનું ODI સીરીઝ માટે સિલેકશન થયું તો છે પરંતુ તેનીઓ ફીટનેશને લઇ હજુ પણ અસમંજસ છે. જેમાં BCCI હજુ પણ તેની ફિટનેસ અંગે નિશ્ચિત નથી.

ADVERTISEMENT

પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ અંગે હજુ પણ સસ્પેન્સ છે. ટીમ મેનેજમેન્ટ રોહિત શર્મા IPL 2026 માટે સંપૂર્ણ રીતે ફિટ હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ અહેવાલો સૂચવે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હજુ પણ તેની ફિટનેસ અંગે નિશ્ચિત નથી. જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ છે તો તે સતત માત્ર ઇમ્પેક્ટ ખેલાડી તરીકે કેમ રમી રહ્યો છે? હેમસ્ટ્રિંગની ઇજામાંથી પાછા ફર્યા બાદ રોહિત શર્મા IPL 2026 માં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો નથી. મુંબઈ ઇન્ડિયન્સ તેનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી રહી છે.

આ હવે ચર્ચા અને પ્રશ્નોનો મુખ્ય મુદ્દો બની ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સના કોચ મહેલા જયવર્ધને આ બાબત સ્પષ્ટતા કરતા કહ્યું કે રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ છે અને તેનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવો એ ટીમ સ્ટ્રક્ચરનો એક ભાગ છે.

VTV DIGITAL
  • જયવર્ધને શું કહ્યું?

રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચ પહેલા મહેલા જયવર્ધનેએ કહ્યું, "અમારી મેડિકલ ટીમ અનુસાર રોહિત 100 ટકા ફિટ છે. ઈજામાંથી પાછા ફર્યા બાદ અમે પહેલી મેચમાં સાવચેતી રાખી હતી. પરંતુ હવે તેનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવો એ માત્ર એક રણનીતિ છે. રોહિત સારી રીતે સમજે છે કે ટીમ માટે શું જરૂરી છે."

આ દરમિયાન મીડિયા એહવાલમાં એક ગંભીર દાવો કરવામાં આવ્યો છે. જેમાં BCCI હજુ પણ રોહિત શર્માની ફિટનેસ અંગે ચિંતિત છે, ખાસ કરીને 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડની સૌથી મોટી ચિંતા રોહિતના શરીરની "લોડ ક્ષમતા" છે. IPLમાં ઇમ્પેક્ટ પ્લેયર નિયમને કારણે તેને ફિલ્ડિંગ કરવાની જરૂર નથી, પરંતુ ODI ક્રિકેટમાં આ શક્ય નહીં હોય.

આ અહેવાલમાં BCCIના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "રોહિત પહેલા કરતાં વધુ ફિટ અને પાતળો દેખાઈ રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે શું તેની બોડી સતત સારું પ્રદર્શનના દબાણનો સામનો કરી શકે છે. ODI માટે 50 ઓવર ફિલ્ડિંગની જરૂર પડે છે અને 40 વર્ષની ઉંમર બાદ શરીરને સ્વસ્થ થવામાં વધુ સમય લાગે છે." આથી જ અફઘાનિસ્તાન સામેની આગામી ODI સિરીઝ માટે સિલેક્ટ થયા હોવા છતાં, રોહિત શર્માને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો : Video: મેચ બાદ કોહલીના વર્તનથી ફેન્સ નારાજ, ટ્રેવિસ હેડને કર્યો ઈગ્નોર

આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો રોહિત શર્મા સંપૂર્ણ રીતે અયોગ્ય જણાય તો BCCI ને બેકઅપ ઓપનર્સ તૈયાર રાખવાની જરૂર પડશે. આ જ કારણ છે કે યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશન જેવા પ્લેયર્સને સતત મોકા આપવાની ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રોહોતે 282 ODI મેચોમાં 11577 બનાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitness Rohit Sharma ODI Series

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ