ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:06 AM, 23 May 2026
ADVERTISEMENT
IPL 2026ની 67મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવીને સિઝનની પહેલી મેચમાં મળેલી હારનો બદલો લઈ લીધો. આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે એવી અપેક્ષા હતી પરંતુ મેચમાં એવો જબરદસ્ત થ્રિલ જોવા મળ્યો નહોતો. તેમ છતાં મેચ દરમિયાન એક એવો વિવાદ સામે આવ્યો જે પ્લેઓફમાં ફરી જોવા મળી શકે છે. RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હૈદરાબાદના આક્રમક ઓપનર ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર થોડી ગરમાગરમી જોવા મળી હતી જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ. મેચ પૂર્ણ થયા બાદ પણ ચર્ચા અટકી નહીં. કહેવાઈ રહ્યું છે કે વિરાટ કોહલીએ ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યો નહોતો જેના કારણે નવા વિવાદને જન્મ મળ્યો છે.
ADVERTISEMENT
શુક્રવાર 22 મેના રોજ હૈદરાબાદમાં રમાયેલી આ મેચ દરમિયાન RCBની ઇનિંગ્સ વખતે ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. કોહલી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડે કંઈક ટિપ્પણી કરી હતી જેના જવાબમાં વિરાટ કોહલીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે મેચ પૂરી થયા બાદ પણ વિરાટ કોહલી આ વિવાદને આગળ વધારશે. હૈદરાબાદે આ મેચ 55 રને જીતી લીધી હતી. દરેક મેચની જેમ અંતે બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કોહલીએ એવી હરકત કરી જે ઘણા ફેન્સને પસંદ આવી નહોતી.
ટ્રેવિસ હેડે કોહલી સામે હાથ આગળ વધાર્યો હતો પરંતુ RCBના સ્ટાર બેટ્સમેન કોહલીએ ઈગનોર કર્યું અને હેડ સાથે હાથ મિલાવ્યો નહોતો. ત્યારબાદ થોડા સમય સુધી બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી જેવી સ્થિતિ જોવા મળી. પછી જ્યારે વેંકટેશ અય્યર આઉટ થયા ત્યારે ટ્રેવિસ હેડ કોહલીની નજીકથી પસાર થતા ફરી કંઈક બોલ્યા હતા જેના કારણે મામલો વધુ ગરમાયો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હૈદરાબાદ સામે 55 રને હાર્યા બાદ પણ RCB ટોપ પર યથાવત! પ્લેઓફ પહેલાં પોઈન્ટ્સ ટેબલમાં અદભુત ચમત્કાર
ADVERTISEMENT
ટીવી પર આ દૃશ્ય દેખાતાં જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. વિરાટ કોહલીના આ વર્તનની ઘણા લોકોએ ટીકા કરી અને તેને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું. સામાન્ય રીતે મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ વચ્ચેના મતભેદ ભૂલીને હાથ મિલાવતા હોય છે પરંતુ કોહલીએ ટ્રેવિસ હેડ સાથે હાથ ન મિલાવતાં ઘણા ક્રિકેટ ચાહકો નારાજ થયા હતા.
Virat Kohli ignored Travis Head when he tried to shake hands with him after the match 😭#SRHvsRCB pic.twitter.com/urAY79pYQ0
— Indian Cricket (@IPL2025Auction) May 22, 2026
ADVERTISEMENT
મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે 255 રન બનાવી 55 રને જીત મેળવી હતી પરંતુ ટીમ આરેસીબીને નેટ રનરેટમાં પાછળ છોડી શકી નહોતી. જેના કારણે આરેસીબી પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર જ રહી અને હવે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સ સામે રમશે. બીજી તરફ હૈદરાબાદને એલિમિનેટર રમવું પડશે, જ્યાં હાર થતાં ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT