બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Extra / અજબ ગજબ / નાના ભાઈને માર્યો તો બહેને મમ્મી સાથે કરી લડાઈ, ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Last Updated: 10:36 PM, 15 January 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના વીડિયો ખૂબ વાયરલ થતાં હોય છે. આ વીડિયો ફની કે ઈન્ફર્મેટિવ પણ હોય છે. એવામાં એક ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બહેન તેના ભાઈની રક્ષા કરવા તેની જ માતા સાથે પંગો લઈ લે છે. નાની છોકરી જે નિર્દોષભાવે તેની માતાને ધમકાવતી હોય છે તેને જોઈને નેટિઝન ખુશખુશ થઈ ગયા છે. આ ક્યૂટ વીડિયો જોઈને લોકો જોરદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નાની છોકરી તેના ભાઈને ગળે લગાવીને રડતી રડતી તેની માતાને ધમકીભર્યા અંદાજમાં કહેતી જોવા મળે છે, "હવે જો ભાઈને માર્યો તો " જેથી મહિલા પૂછે છે, "હા તો શું?" આના પર છોકરી કહે છે, "હવે જો તું ભાઈને મારીશ હું જઈને સીધું પપ્પાને કહી દઈશ." બાદમાં તે તેના નાના ભાઈને ગળે લગાવે છે અને તેનો બચાવ કરે છે.
ADVERTISEMENT
छोटे भाई के लिए मम्मी से लड़ पड़ी बहन ❤️🫂 pic.twitter.com/jPcSnEeoBx
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) January 13, 2025
વીડિયોમાં જોઈ શકાય છે કે, છોકરીની માતા તેના નાના ભાઈને ઠપકો આપે છે અને કહે છે કે, "જો તે માટી ખાધી તો તને ખૂબ મારીશ, તું કેમ ઠપકો આપતી નથી?" આ સાંભળીને નાની છોકરી તેની માતા પર ગુસ્સે થઈ જાય છે અને નાના ભાઈનો બચાવ કરતા કહે છે કે "તે તેને ક્યારેય ઠપકો નહીં આપે". આ સીન એટલો ક્યૂટ છે કે, દરેકને આ વીડિયો પસંદ આવી રહ્યો છે.
@Gulzar_sahab નામના એક્સ હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 4.14 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે કોમેન્ટ બોક્સ લોકોની પ્રતિક્રિયાનો વરસાદ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, "મારા ભાઈ અને મારા વચ્ચે આનાથી સાવ ઉંધુ છે." બીજા એકે લખ્યું હતું કે, "મારી દીકરી (3 વર્ષની) મને બોલાવે છે, પપ્પા જલ્દી આવો, બાબુ (1.5 વર્ષ) માટી ખાઈ રહ્યો છે, તેને મારો." તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, "કાશ મારી પણ તેના જેવી મોટી બહેન હોત!"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.