ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં Bank of Americaની VPની ચા*કુ મારી હ*ત્યા, હુમલાખોર મહિલાને પોલીસે ગોળી મારી
Last Updated: 03:29 PM, 2 September 2026
ADVERTISEMENT
ન્યૂયોર્ક શહેરના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં એક મહિલાએ બે વ્યક્તિઓ પર અચાનક જીવલેણ છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં 'બેંક ઓફ અમેરિકા'ના વાઇસ પ્રેસિડેન્ટ એરિન પિયાસેન્ટીની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. અન્ય એક વૃદ્ધ વ્યક્તિ ઘાયલ થયા હતા, અને ત્યારબાદ પોલીસે હુમલાખોર મહિલા પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે તેનું પણ મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
અમેરિકાની દિગ્ગજ બેંક 'BoA' (બેંક ઓફ અમેરિકા) એ મંગળવારે રાઇટર્સને જણાવ્યું કે, "અમારા 32 વર્ષીય સહકર્મી એરિન પિયાસેન્ટીના નિધનથી અમને ઊંડો આઘાત લાગ્યો છે. તેઓ અમારી ટીમનાં એક મૂલ્યવાન સભ્ય હતાં અને તેમની ખોટ અમને ખૂબ સાલશે."
લિંક્ડઈન અનુસાર, તેઓ બિઝનેસ સિલેક્શન વિભાગનું સંચાલન કરતા હતા. બેંક ઓફ અમેરિકાની મેનહટન સ્થિત ઓફિસ 'વન બ્રાયન્ટ પાર્ક' ખાતે આવેલી છે, જે ટાઈમ્સ સ્ક્વેરથી નજીકના અંતરે છે. અમેરિકન નાણાકીય વ્યવસ્થાનું કેન્દ્ર ગણાતા ન્યૂયોર્ક શહેરમાં બેંકની અન્ય શાખાઓ પણ આવેલી છે. આ ઘટના દરમિયાન પિયાસેન્ટીને છરીના ઘા વાગ્યા હતા અને બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
🚨 Terror en Times Square, Nueva York. Una mujer atacó con dos cuchillos a un hombre de 68 años y a una mujer de 32 en plena zona turística. La joven murió y el hombre resultó herido. La agresora fue abatida a tiros por policías. #NuevaYork #TimesSquare pic.twitter.com/JAAeAeKA13
— Jimena Mora * (@JimePmora) September 1, 2026
ન્યૂ યોર્ક પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે 'વન ટાઇમ્સ સ્ક્વેર'ની બરાબર બહાર, પોલીસ સબ-સ્ટેશનની નજીક બની હતી. ન્યૂ યોર્કમાં સૌથી વધુ લોકોની અવરજવર ધરાવતા અને પોલીસની સઘન દેખરેખ હેઠળના સ્થળોમાંનું આ એક છે.
ADVERTISEMENT
પોલીસે એક પ્રેસ કોન્ફરેન્સમાં જણાવ્યું કે, ક્વીન્સની રહેવાસી 49 વર્ષીય મહિલા પામેલા સિસ્નેરોસે શોપિંગ બેગમાંથી બે છરીઓ કાઢી અને 68 વર્ષીય પુરુષના પેટના ભાગે છરી મારી. ત્યારબાદ તેણે ઝડપથી ફરીને 32 વર્ષીય મહિલા બેન્કર એરિનના પેટના ભાગે પણ છરી મારી.
ટાઇમ્સ સ્ક્વેર જેવા સ્થળ માટે આ અત્યંત જોખમી પરિસ્થિતિ હતી. પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આતંકવાદી હુમલાનો કોઈ પુરાવો મળ્યો નથી. NYPDએ 7મી એવન્યુનો એક હિસ્સો બંધ કરી દીધો અને લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મહિલાનું મૃત્યુ થયું છે અને પુરુષની હાલત સ્થિર છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં દસ પોલીસ અધિકારીઓ એક મહિલાને ઘેરીને ઊભેલા જોવા મળે છે, જેણે રસોડામાં વપરાતી બે મોટી છરીઓ પકડી રાખી છે.
આ પણ વાંચોઃ US-ઈરાન યુદ્ધ ભડક્યું, જૉર્ડન-કુવૈત-બહેરીન સુધી મિસાઈલ-ડ્રોન હુમલા; 4 દેશોમાં અલર્ટ!
ADVERTISEMENT
પોલીસ કમિશનર જેસિકા ટિશે જણાવ્યું હતું કે, અધિકારીઓએ મહિલાને છરી નીચે મૂકવા માટે મનાવવાનો ઘણા મિનિટો સુધી પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરે કહ્યું, "હું તમારા બંનેની હત્યા કરવા માંગુ છું." ત્યારબાદ, બે અધિકારીઓએ મહિલા હુમલાખોર પર ગોળીબાર કર્યો. તે જમીન પર પડી ગઈ અને ત્યાં એક અધિકારીએ તેને હાથકડી પહેરાવી દીધી. ત્યાર બાદમાં તે મહિલા હુમલાખોરનું મૃત્યુ થયું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો