ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો, એક ક્લિકમાં જાણો ઋષિ ભારતી સાથે જોડાયેલો સમગ્ર વિવાદ
Last Updated: 04:49 PM, 4 September 2024
ADVERTISEMENT
સંત સમાજનો માર્ગદર્શક હોઈ શકે, સંત સમાજ સુધારક હોઈ શકે, સંત પરંપરા અને ધર્મને જાળવવાનું કામ કરનારો હોઈ શકે, સંત સમાજ સેવક હોઈ શકે, જેને મોહ-માયા ન હોય. જેને સંપત્તિ પ્રત્યેનો લગાવ ન હોય. જેના મનમાં કોઈપણ પ્રકારની લાલચા ન હોય. તે છે સાચો સંત. પરંતુ આજે આપણા દેશમાં સંતો સંપત્તિ માટે અને સંપત્તિના વહીવટો માટે સનાતન સંસ્કૃતિનું અપમાન કરતા પણ અચકાતા નથી. આવું જ કાંઈક અમદાવાદમાં ભારતી આશ્રમમાં હાલ થઈ રહ્યું છે. જ્યાં ગુરુ-શિષ્ય વચ્ચે સંપતિના વહીવટની લડાઈ હવે સમર્થકો સુધી પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
ઋષિ ભારતીના સમર્થકના આશ્રમના મેનેજર પર આરોપ
ઋષિ ભારતીના સમર્થકે આશ્રમના મેનેજર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મેનેજર રામ ગઢવી પર વિજય બારિયા નામના સમર્થકે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, રામ ગઢવી હિસ્ટ્રીશીટર છે. પેપર લીક કૌભાંડ અને ધમકી કેસમાં રામ ગઢવી આરોપી છે. વધુમાં કહ્યું કે, સનાતન ધર્મની વાતો કરનારા વ્યક્તિએ આરોપીને મેનેજર બનાવ્યો છે તેમજ તડીપાર કિર્તી પટેલ પોલીસની હાજરીમાં આશ્રમમાં કઈ રીતે આવી શકે છે.
ADVERTISEMENT
આશ્રમ વિવાદનું અથ:થી ઈતિ
ADVERTISEMENT
હરિહરાનંદ બાપુએ સમર્થકો અને બાઉન્સર સાથે આવીને ભારતી આશ્રમનો કબ્જો લીધો હતો. કબ્જો કર્યો ત્યારે ઋષીભારતી બાપુ ગેરહાજર હતા. તે સમય રિહરાનંદ બાપુએ પોતાને ભારતી બાપુના શિષ્ય ગણાવ્યા હતા.બાપુએ કહ્યું કે ભારતી બાપુ ઋષી ભારતી બાપુના દાદાગુરુ થાય છે. તાને ભારતી બાપુના શિષ્ય ગણાવીને આશ્રમની જવાબદારી લીધી હતી. હરિહરાનંદ બાપુએ કહ્યું કે ઋષી ભારતી બાપુ આશ્રમમાં ગેરવહીવટ કરી રહ્યા હતા. ઋષી ભારતી બાપુ હાજર ન થયા પરંતુ તેમની નિવેદનબાજી ચાલુ રહી હતી. ઋષી ભારતી બાપુએ કહ્યું કે હરિહરાનંદ બાપુ અને તેના સમર્થકો તેને દબાવે છે. ત્યારે હરિહરાનંદ બાપુએ ઋષી ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્યપદેથી મુક્ત કર્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: અંધશ્રદ્ધાએ લીધો બાળકનો જીવ! સર્પદંશ બાદ હોસ્પિટલના બદલે લઈ જવાયેલો ભૂવા પાસે

ADVERTISEMENT
ઋષી ભારતીએ હજુ વાટાઘાટ માટે તૈયારી દર્શાવી ?
ADVERTISEMENT
હરિહરાનંદ મહારાજે કહ્યું કે સંપતિની વ્યવસ્થાનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ટ્રસ્ટીઓએ પણ ઋષી ભારતી બાપુ સામે આક્ષેપ કર્યા હતા. ટ્રસ્ટીઓએ કહ્યું કે આશ્રમમાં મર્યાદા વિરુદ્ધના કાર્ય થતાં હતાં. આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીએ આશ્રમ PG તરીકે ઉપયોગમાં લેવાયાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે ઋષી ભારતીએ તમામ આક્ષેપને ફગાવ્યા હતા. ઋષી ભારતીએ કહ્યું કે 2019માં ભારતી બાપુની હાજરીમાં ઠરાવ થયો હતો. છાત્રાલયના ઠરાવની બુક મેનેજિંગ ટ્રસ્ટી ચોરીને લઈ ગયા હોવાનો આક્ષેપ થયો છે. 5 સપ્ટેમ્બરે થનારા મહાભંડારાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. ઋષી ભારતીના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવ્યાનો પણ દાવો કરાયો છે. ઋષી ભારતીના સમર્થનમાં સનાથલના લંબેનારાયણ આશ્રમમાં બેઠક થઈ અને આશ્રમ વિવાદમાં જાતિની એન્ટ્રી થઈ. ઋષી ભારતીએ ક્ષત્રિય અને કોળી સમાજનું સમર્થન માગ્યુ છે. ઋષી ભારતી ઉપરાંત વિશ્વેશ્વર ભારતીએ અખાડાના સંતો સાથે બેઠક કરી હતી. ઋષી ભારતીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કિર્તી પટેલની એન્ટ્રી સામે પણ આક્ષેપ કર્યા છે. ઋષી ભારતીએ પોતે કોળી સમાજમાંથી આવતા હોવાની વાત કરી તેમજ ઋષી ભારતીએ કહ્યું કે મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ઋષી ભારતીએ કહ્યું કે તેઓ હજુ વાટાઘાટ માટે તૈયાર છે. હરિદ્વારના મુખ્ય અખાડાથી જે નિર્ણય આવે તે માન્ય રાખવાની ઋષી ભારતીની તૈયારી દર્શાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ